Press "Enter" to skip to content

વડોદરા કોરોના અપડેટઃ 488 સેમ્પલમાંથી 69 પોઝિટીવ સાથે કુલ કોરોના આંક 2922 (વાંચો VMC સત્તાવાર બુલેટીન)

  • કોરોનાગ્રસ્ત વિસ્તારઃ- માંડવી, ગોત્રી, હરણી રોડ, અકોટા, પોલોગ્રાઉન્ડ, તાંદલજા, નવાપુરા, મકરપુરા, બરાનપુરા, અટલાદરા, કારેલીબાગ, સરદાર એસ્ટેટ, છાણી, ડભોઈ રોડ, માંજલપુર, વાઘોડિયા રોડ, સમતા, કલાદર્શન  
  • ગ્રામ્ય- કોયલી, ઉંડેરા, આસોજ, ડભોઈ, પાદરા, રણું

વડોદરા. ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટની સંખ્યા વધારવામાં આવતાં આજે પણ કોરોના ટેસ્ટ અને પોઝિટીવ કેસમાં વધારો નોંધાયો છે.

વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 488 સેમ્પલમાંથી 69 કોરોના પોઝિટીવ અને 419 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 2922 પર પહોંચ્યો છે.

આજે ડેથ ઓડિટ રિપોર્ટ અનુસાર મૃત્યુ આંક 00 દર્શાવી કુલ મૃત્યુ આંક 57 પર સ્થિર રાખવામાં આવ્યો છે.

More from LiveMore posts in Live »
error: Content is protected !!