Press "Enter" to skip to content

વડોદરા કોરોના અપડેટઃ 818 સેમ્પલમાંથી 94 પોઝિટીવ – કોરોનાને કારણે વધુ 2 મૃત્યુ (વાંચો VMC સત્તાવાર બુલેટીન)

  • કોરોનાગ્રસ્ત વિસ્તારઃ- માંજલપુર, મકરપુરા, છાણી, આજવા રોડ, વાઘોડીયા રોડ, ગોત્રી, પાણીગેટ, કારેલીબાગ, નવાયાર્ડ, તાંદલજા, હરણી, ફતેપુરા, નવાપુરા, સોમા તળાવ, ન્યાયમંદિર, આર.સી.દત્ત રોડ, સુભાનપુરા, વી.આઈ.પી. રોડ, તરસાલી, સનફાર્મા રોડ, સમા, ઇલોરાપાર્ક, ગોરવા, ઓ.પી. રોડ
  • ગ્રામ્યઃ ડભોઈ, કાયાવરોહણ, પાદરા, સાવલી, શિનોર, ખટંબા, ભાયલી, સયાજીપુરા, કોયલી, અંકોડીયા, પોર, કરજણ

વડોદરા. ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટની સંખ્યા વધારવામાં આવતાં રોજેરોજ કોરોના ટેસ્ટ અને પોઝિટીવ કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે. એમાંય મુખ્યમંત્રીએ કોરોના ટેસ્ટ બમણાં કરવાની સૂચના આપ્યા બાદ નજીકના દિવસમાં કોરોના પોઝિટીવ આંકડો 100 પાર કરે તેવી શક્યતાઓ જણાઈ રહી છે.

વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 818 સેમ્પલમાંથી 96 કોરોના પોઝિટીવ અને 724 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 4666 પર પહોંચ્યો છે.

આજે ડેથ ઓડિટ રિપોર્ટ અનુસાર 02 મૃત્યુના વધારા સાથે કુલ મૃત્યુ આંક 89 કરવામાં આવ્યો છે.

More from HealthMore posts in Health »

Comments are closed.

error: Content is protected !!