Press "Enter" to skip to content

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની માફક ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી વડોદરાના યુવાનનો રહસ્યમય સંજોગોમાં આપઘાત

  • ગોત્રી વિસ્તારની કોલોબેરા કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતાં મીત પટેલના આગામી ડિસેમ્બરમાં લગ્ન થવાના હતાં.
  • બુધવારે મોડી રાત્રે ઇન્સ્ટા પર ફોટો – ટેક્સ્ટ પોસ્ટ કરી 28 વર્ષિય મીતે ગળે ફાંસો ખાઈ આપગાત કર્યો.
  • ગુરુવારે સવારે મીત પટેલની ઇન્સ્ટા પોસ્ટ નિહાળી મિત્રો અને ફિયાન્સી ચોંકી ઉઠ્યા.

વડોદરા. જાણીતા અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની માફક જ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને વડોદરાના ગોત્રી વિસ્તારના 28 વર્ષિય યુવાને ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બુધવારે મોડી રાત્રે આપઘાત કરનાર યુવકના આગામી ડિસેમ્બર માસમાં લગ્ન થવાના હતાં ત્યારે તેણે કયા કારણોસર આપઘાત કર્યો તે હજી જાણવા મળતું નથી. જોકે, યુવાનના મૃત્યુને પગલે વિસ્તારમાં ભારે ગમગીની છવાઈ જવા પામી છે.

જૂના પાદરા રોડ પર આવેલાં ભદ્રલોક એપાર્ટમેન્ટના બી-ટાવરમાં રહેતો મીત શશીકાંત પટેલ મલ્ટીનેશનલ કોલાબરા કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર નોકરી કરતો હતો. મિતને તેની સહકર્મી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો અને આગામી ડિસેમ્બરમાં તેઓના લગ્ન યોજવાનું નક્કી કરાયું હતું.

દેશભરમાં ભારે ચકચાર મચાવનાર સુશાંતસિંહ આપઘાત કેસમાં તેની અંતિમ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ અંગે ખૂબ ચર્ચા ઉઠી હતી. સુશાંતસિંહે મૃત્યુ પામેલી માતાનો અને પોતાનો બ્લેક એન્ડ વ્હાઈટ ફોટા સાથે “Blurred past evaporating from teardrops Unending dreams carving an arc of smile And a fleeting life, negotiating between the two… मां”

બુધવારે રાત્રે મીત પટેલે પણ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની માફક જ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મુકી હતી. આજે સવારે મીતની ઇન્સ્ટા પોસ્ટ નિહાળીને તેની ફિયાન્સી અને મિત્રો ચોંકી ઉઠ્યા હતાં. તેમણે તાત્કાલિક મીતનો ફોન જોડ્યો હતો. પરંતુ, મીતે ફોન રિસિવ નહીં કરતાં ચિંતાતુર થઈ ગયેલાં મિત્રોએ મીતની માતાને ફોન કર્યો હતો.

બૂમો પાડી દરવાજો ખખડાવવા છતાં મીત અંદરથી કોઈ જવાબ આપતો ના હતો અને દરવાજો ખોલતો નહોતો આ અંગે તેની માતાએ મિત્રોને જાણ કરી હતી. જેને પગલે દોડી આવેલાં મિત્રોએ દરવાજો તોડીને રૂમમાં જઈ જોતાં પંખા પર દોરી બાંધી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મીતનો મૃતદેહ મળી આવ્યો હતો.

બનાવને પગલે દોડી આવેલી પોલીસે લાશનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, મીત પટેલે શા માટે આપઘાત કર્યો તે અંગે રહસ્ય અકબંધ છે.

More from LiveMore posts in Live »
error: Content is protected !!