Press "Enter" to skip to content

World Breastfeeding Week – સયાજી હોસ્પિટલની મધર્સ મિલ્ક બેન્કને 10 માસમાં 2.13 લાખ મીલીલીટર દૂધ દાન મળ્યું

  • 2289 માતાઓ દ્વારા મધર્સ મિલ્ક બેન્કમાં દૂધનું દાન કરવામાં આવ્યું.
  • દાનમાં મળેલાં દૂધથી 764 નવજાત શિશુઓને મળ્યું આરોગ્ય વરદાન.

વડોદરા. આજથી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી શરૂ થઈ રહી છે. ત્યારે સયાજી હોસ્પિટલની મધર્સ મિલ્ક બેન્કને 10 માસમાં 2289 માતાઓ તરફથી 2.13 લાખ મિલીલીટર દૂધનું દાન પ્રાપ્ત થયું હોવાનાં સુખદ સમાચાર પ્રાપ્ત થાય છે.

(પ્રતિકાત્મક તસવીર)

નવજાત બાળકોનું સ્વાસ્થ્ય સુધારવાના આશયથી પ્રતિવર્ષ 19 મે ના રોજ માનવ દૂધ દાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેમજ દર વર્ષે 1 થી 8 ઓગષ્ટ દરમિયાન વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવવામાં આવે છે. વિશ્વના 120થી વધુ દેશોમાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે.

સયાજી હોસ્પિટલના રૂક્ષ્મણી ચેનાની પ્રસૂતિ ગૃહના ભાગરૂપે મધર્સ મિલ્ક બેંકની સ્થાપના કરાઈ હતી. ઓક્ટોબર 2019 થી જુલાઇ 2020 સુધીમાં જૂની અને નવી મળીને કુલ 2289 જેટલી માતાઓએ 213800 મિલીમિટર અમૃત સમાન ધાવણ એટલે કે માતાના દૂધનું દાન કર્યું છે. જેના પગલે તેનો લાભ મેળવનાર 764 જેટલા નવજાત શિશુઓ નવું જીવન પામ્યા છે. આ બેંક ડો.શીલા ઐયર અને તેમની ટીમ દ્વારા ખૂબ જ સમર્પિત રીતે સંચાલિત છે.

ડો.શીલા ઐયર જણાવે છે કે શરૂઆતના મહિના માં ૩ લિટર દૂધનું દાન ધાત્રી માતાઓ પાસેથી મળ્યું હતું અને પ્રોત્સાહક પ્રતિસાદથી તેમાં આજે નોંધપાત્ર વધારો થયો છે. જે માતાઓને તંદુરસ્ત બાળક ને જન્મ આપ્યા પછી સારું બલ્કે વધારાનું ધાવણ આવતું હોય, એવી માતાઓ બેંક ને વધારાના દૂધ નું દાન કરે છે. જે તે માતાને પૂરતી સમજ આપીને અને તેની સંમતિ મેળવીને જ વધારાનું દૂધ દાન તરીકે સ્વીકારવામાં આવે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, દૂધ એકત્રિત કરવા એલેકટરિકેલ બ્રેસ્ટ -પમ્પનો ઉપયોગ કરવામાં આવે છે, જે દાતા માતા માટે એકદમ આરામદાયક હોય છે. સાધારણ રીતે ૩ માતાઓનું એકત્રિત દૂધ ૧ બોટલમાં ભેગુ કરવામાં આવે છે.આ રીતે ધાત્રી માતાઓએ એ દાન કરેલું ધાવણ એ મેળવનારા બાળકો માટે જીવાણુ મુક્ત અને આરોગ્યપ્રદ હોવાની ખાત્રી વિવિધ ટેસ્ટ દ્વારા કરવામાં આવે છે.તમામ પ્રકારના ટેસ્ટ, કલ્ચરના રિપોર્ટ નેગેટિવ હોય એ દૂધ જ સલામત ગણાય છે.

ડો. ઐયરે જણાવ્યું કે, ધાવણનું એકત્રિત કરેલું દૂધ ૫ થી ૬ મહિના સુધી -20 ડિગ્રી પર ડીપ- ફ્રીઝમાં  સ્ટોર કરી શકાય છે.  ઉલ્લેખનીય છે કે માતાના ધાવણના દૂધ થી બાળક ને બહુધા  કોવીડ વાયરસ નો ચેપ લાગતો નથી. તેવા બાળકોને દૂધ આપવાનું પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે  છે જે બાળકો અધૂરા માસે જન્મેલા  હોય,  જેમનું વજન વજન 1 કિલો 800 ગ્રામ અને 1 કિલો 500 ગ્રામ થી ઓછું હોય અને જે બાળક કોઈ બીમારી ના કારણે ICU માં ભરતી કરેલા હોય અને તેમની માતા હજી હોસ્પિટલ ના પહોંચી સકયા હોય એવા બાળકોને આ દૂધ આપવામાં આવે છે.

ડોક્ટર શીલા અય્યર કહે છે વિશ્વ સ્તનપાન સપ્તાહ નિમિત્તે આ વખતે સોસીઅલ ડિસ્ટનસિંગનું પાલન કરતા  વિડિઓ કોન્ફરન્સ કરી યુવા સમુદાયમાં જાગૃતિ લાવવા પ્રયત્ન કરવાની સાથે  ઇન્ટરનૅશનલ સિમ્પોઝિયમ જેવા આયોજનો કરવામાં આવ્યાં છે.

વધુમાં ઉમેર્યું કે, માતાનું દૂધ બાળક માટે અમૃત છે. જન્મના પ્રથમ છ મહિના સુધી તો બાળક માટે એના સિવાય પોષણનો અન્ય કોઈ વિકલ્પ જ નથી. તેમ છતાં, વિધિની વક્રતા એ છે કે આધુનિક માતાઓ વિવિધ ગેર માન્યતાઓ ને આધીન પોતાનું અમૃત જેવું ધાવણ પોતાના જ નવજાત શિશુઓને આપતી નથી. અમૃત થી એમને જાણે કે વંચિત રાખે છે તો.બીજી તરફ એવી માતાઓ છે કે જે પોતાનું વધારાનું ધાવણ આ બેંકમાં દાન આપી, માતાના દૂધથી વંચિત ભૂલકાઓને અમૃતનું વરદાન આપે છે.

More from HealthMore posts in Health »

Comments are closed.

error: Content is protected !!