Press "Enter" to skip to content

મુખ્યમંત્રી ઓનલાઈન શિક્ષણ બંધ કરનારી શાળાઓ સામે કડક કાર્યવાહી કરે – શહેર કોંગ્રેસની માગ

  • ઓનલાઈન એજ્યુકેશન આપવાની વાત કરીને સરકાર ખાનગી શાળાઓની દાદાગીરી સામે ઘૂંટણીએ પડી ગઈ – શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ
  • વર્ષો થી શિક્ષણ નો “વ્યાપાર” ચલાવતા “શાહુકાર” સંચાલકો  જો એક વર્ષ ઓછું કમાય તો શું ફરક પાડવાનો છે? – વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ

વડોદરા. હાઈકોર્ટના આદેશ બાદ ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેનારી ખાનગી શાળાઓ સામે કાર્યવાહી કરવાની માંગણી સાથે શહેર કોંગ્રેસ દ્વારા આજરોજ કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદન સુપરત કરાયું હતું.

શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાનીમાં કોંગ્રેસી કાર્યકરોએ આજે સાંજે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતાં. ત્યાં સૂત્રોચ્ચાર કર્યા બાદ કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદન સુપરત કરાયું હતું.

આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે, કોવિડ 19 ની આ વિશેષ પરિસ્થિતિ માં જ્યારે હાઇકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે સ્કૂલ શરૂ ના થાય તેની ફી લેવી નહીં, ત્યારે સરકાર તેમજ શાળા સંચાલકો એ સાથે મળી સંકલન કરી બાળકો નું ભવિષ્ય ખરાબ ના થાય એ રીતે કાર્યવાહી કરવી જોઈએ. પરંતુ, ઓનલાઈન એજ્યુકેશન આપવાની વાત કરીને સરકાર ખાનગી શાળાઓની દાદાગીરી સામે ઘુટણીએ પડી ગઈ છે. સરકારે સ્કુલના સંચાલકોનું હાઇકોર્ટના આદેશ અને સરકારના પરિપત્રનું પાલન કરીને કોરોના વાયરસની મહામારીમાં વિદ્યાર્થીઓને ન્યાય આપવા માટે સ્કુલના સંચાલકો પર દબાણ કરવું જોઈએ. સ્કુલના સંચાલકો ના માનેતો કાયદાકીય પગલા ભરવા જોઈએ.

વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, વાલીઓ ઉપર ફી ની “ઉઘરાણી” નું દબાણ ન રહે અને શિક્ષકો ને પણ બેઝિક પગાર મળી રહે અને બાળકો નું એજ્યુકેશન પણ ચાલુ રહે એ રીત ની વ્યવસ્થા જ્યારે થઈ શકે એમ છે ત્યારે સરકાર સ્કૂલ સંચાલકો ની જોહુકમી આગળ નમતું ઝૂકી બધી જવાબદારી પોતાના માથે લે તો એનો સીધો મતલબ છે કે સરકાર નું શાળા સંચાલકો આગળ કઈ ચાલતું નથી. વર્ષો થી શિક્ષણ નો “વ્યાપાર” ચલાવતા “શાહુકાર” સંચાલકો  જો એક વર્ષ ઓછું કમાય તો શું ફરક પાડવાનો છે? અમારી માંગણી છે કે સરકાર સ્કૂલ સંચાલકો ની મનમાની આગળ માથું ઝુકાવી જવાબદારી લેવાની જગ્યા એ માથું ઊંચકી યોગ્ય કાર્યવાહી કરે.

પ્રવક્તા અમીત ઘોટીકરે જણાવ્યું કે, RTE ના કાયદા હેઠળ કોઈ પણ શાળા બાળકો ને એજ્યુકેશન થી વંચિત રાખી શકે નહીં. તો ઓનલાઈન એજ્યુકેશન ચાલુ રાખી સ્કુલના સંચાલકો અને શિક્ષકોની પગારની સમસ્યા હોય તો સરકાર સામે રજૂઆત કરે જેમાં કોંગ્રેસ પક્ષ પણ સહકાર આપશે પરંતુ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા સંચાલકો ધ્વારા કરવામાં આવશે તો વડોદરા શહેર કોંગ્રેસ પરિવાર શિક્ષણના નામે વેપાર કરતા સંચાલકો ની પોલ ખોલવામાં પીછે હઠ કરશે નહી.

More from EducationMore posts in Education »
More from LiveMore posts in Live »

Comments are closed.

error: Content is protected !!