Press "Enter" to skip to content

વડોદરા/ વિદ્યાર્થીઓને આધુનિક સુવિધા, સલામતી અને સુરક્ષા સાથે જ્ઞાન પિરસતી Indu.in ટેસ્ટ સિરીઝનું લોન્ચિંગ

  • ઇન્દુ ગ્રૂપ દ્વારા CSR એક્ટિવિટીના ભાગરૂપે તૈયાર કરાયેલી વેબસાઈટનું વડોદરા ખાતે લોન્ચિંગ કરાયું.

વડોદરા. ઇન્દુ ગ્રૂપ દ્વારા દેશભરના શ્રેષ્ઠ પ્રોફેસરો અને શિક્ષણવિદોનાં અનુભવથી તૈયાર કરાયેલી Indu.inનું આજરોજ વડોદરા ખાતે લોન્ચિંગ કરાયું હતું.

છેલ્લાં 27 વર્ષોથી વડોદરા શહેર – જિલ્લામાં આરોગ્ય, શિક્ષણ સહિત વિવિધ સેવાકિય ક્ષેત્રે કાર્યરત ઇન્દુ ગ્રૂપના ડો. વિજય શાહના જણાવ્યા પ્રમાણે, આધુનિક ડિજીટલ યુગમાં વિદ્યાર્થીઓમાં હરીફાઈનો ડર વધી રહ્યો છે. વિદ્યાર્થીઓ ટેસ્ટ – પરીક્ષાઓથી ગભરામણ અનુભવતા હોય છે. એમાંય કોવિડ – 19ની મહામારીની અસરો શિક્ષણ પર પડી છે ત્યારે વિદ્યાર્થીઓ માટે ટેસ્ટ ખૂબ જરૂરી બન્યાં છે.

તેમણે ઉમેર્યું કે, વિદ્યાર્થીઓના સહાયઅર્થે ઇન્દુ ગ્રૂપના સીએસઆર પ્રોજેક્ટ અંતર્ગત Indu.in ટેસ્ટ સિરીઝની શરૂઆત કરવામાં આવી છે. દેશભરના શ્રેષ્ઠ પ્રોફેસરો અને શિક્ષણવિદોના અનુભવોથી તૈયાર કરાયેલ આ પ્લેટફોર્મથી વિદ્યાર્થીઓ ઓનલાઈન મોક ટેસ્ટ આપી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. એજ્યુકેશન પોર્ટલ Indu.in પર સ્ટેટ બોર્ડ અને સેન્ટ્રલ બોર્ડના મોડ્યૂલ હાલ અંગ્રેજી અને હિન્દી ભાષામાં ઉપલબ્ધ છે. આગામી સમયમાં અન્ય સ્થાનિક ભાષાઓ તેમાં ઉમેરવામાં આવશે.

ડો. શાહે જણાવ્યું કે, હાલ Indu.in ધોરણ 8 થી 12 માટે એકેડેમિક મોડ્યુલ, JEE, NEET જેવી વિવિધ એન્ટ્રન્સ ટેસ્ટ અને UPSC, GPSC જેવી કોમ્પિટિટિવ પરીક્ષાઓ માટે 3 મોડ્યૂલ લોન્ચ કરાયા છે. આ એક માત્ર અભ્યાસ પછી ટેસ્ટ આપવાનું મોડ્યૂલ છે. જેમાં અન્ય પરીક્ષાની જેમ જ વિદ્યાર્થી 30 મીનીટથઈ 3 કલાક સુધીના ટેસ્ટ આપી પોતાનું મનોબળ દ્રઢ કરી શકે છે. Indu.in આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને હાઈ સિક્યુરીટી સાથે બનાવેલ હોઈ તે વિદ્યાર્થીઓને સુવિધા, સલામતી અને સુરક્ષા પ્રદાન કરે છે.

આજરોજ Indu.inનું વડોદરા ખાતે લોન્ચિંગ કરાયું હતું. આ પ્રસંગે ધારાસભ્ય સીમાબહેન મોહીલે, ન.પ્રા. શિક્ષણ સમિતના અધ્યક્ષ દિલીપસિંહ ગોહિલ, સરદાર વલ્લભભાઈ પટેલ શાળાના આચાર્ચા ઉષાબહેન શ્રોફ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

More from EducationMore posts in Education »
error: Content is protected !!