Press "Enter" to skip to content

વડોદરાના તાંદલજાનુ સોદાગર પાર્ક પાંચ દિવસમાં આ રીતે બની ગયું દિલ્હીનુ શાહીનબાગ

  • તાંદલજાના શાહીનબાગમાં 50 સ્થાનિક મહિલાઓની આગેવાનીમાં શરૂ થયેલુ વિરોધ પ્રદર્શન પાંચ દિવસમાં 500માં ફેરવાયુ
  • તાંદલજાના સોદાગર પાર્કના ખુલ્લા મેદાનને દિલ્હીનુ શાહીનબાગ બનતા અટકાવવા પોલીસે કરેલા પ્રયોગો અસફળ
  • પહેલા લાઇટો બંધ કરાવી, તંબુ કઢાવ્યાં આખા શહેરમાં કલમ 144 લાગુ કરાઇ તેમ છતા CAA NRC NPRના વિરોધ પ્રદર્શને જોર પકડ્યું
  • સોદાગર પાર્કમાં થઇ રહેલા વિરોધ પ્રદર્શનમાં પહેલા બે દિવસ સુધી માત્ર સ્થાનિક મહિલાઓ જોડાઇ હતી હવે શહેરના અન્ય વિસ્તારોની મહિલાઓ પણ આ આંદોલનનો ભાગ બની છે.
  • તાંદલજામાં થઇ રહેલા CAA NRC NPRના વિરોધ પ્રદર્શનમાં બહારના કેટલાક એક્ટિવિસ્ટો પણ જોડાયા તેવી સંભાવના

Chintan shripali. સીટીઝન એમેન્ટમેન્ટ એક્ટનો કાયદો બનતાની સાથે જ દેશના વિવિધ રાજ્યોમાં તેનો વિરોધ શરૂ થયો હતો. જોત જોતામાં આ વિરોધ હીંસક બન્યો અને ત્યારબાદ સાઇલન્ટ પ્રોટેસ્ટેમાં બદલાયો હતો. ગત 15 ડીસેમ્બરથી દિલ્હીના શાહીનબાગ ખાતે મોટી સંખ્યમાં મહિલાઓની આગેવાની કેન્દ્ર સરકારના CAA NRC અને NPRનો સખ્ત વિરોધ થઇ રહ્યો છે. તેવામાં ગત શુક્રવાર 31 જાન્યુઆરીથી શાહીનબાગ સ્ટાઇલમાં તાંદલજામાં પણ વિરોધ પ્રદર્શન શરૂ થયો હતો. જોકે અંદાજીત 50 જેટલી સ્થાનિક મહિલાઓની આગેવાની શરૂ થયેલા વિરોધ પ્રદર્શનમાં છેલ્લા પાંચ દિવસમાં મોટી સંખ્યામાં શહેરના અન્ય વિસ્તારોની મહિલાઓ પણ જોડાતા, હવે તાંદલજાનુ સોદાગર પાર્ક દિલ્હીનુ શાહીનબાગ બની ગયું છે.

ગત 15 ડીસેમ્બરથી દિલ્હીના શાહીનબાગમાં મહિલાઓની આગેવાનીમાં CAA NRC અને NPRનો દિવસ રાત વિરોધ થઇ રહ્યો છે. ત્યારે તેના પડઘા લઘુમતીઓનો ગઢ ગણાતા તાંદલજા વિસ્તારમાં પણ પડ્યાં હતા. ગત શુક્રવાર 31 જાન્યુઆરીથી આયોજનબદ્ધ તંબુ અને સ્ટેજ ઊભુ કરી અંદાજીત 50 જેટલી સ્થાનિક મહિલાઓની આગેવાનીમાં પ્લેકાર્ડ અને આઝાદીના નારા સાથે વિરોધ પ્રદર્શન શરૂ થયો હતો. આ બાબત પોલીસના ધ્યાન આવતા તાંદલજાના સોદાગર પાર્કને શાહીનબાગ બનતુ અટકાવવા માટે પોલીસે પહેલા તો લાઇટો બંધ કરાવી અને બાદમાં તંબુ પણ કઢાવી લીધા હોવાના આક્ષેપો કરવામાં આવ્યાં છે.

મહિલાઓની આગેવાનીમાં શરૂ થયેલો વિરોધ પ્રદર્શન તેમ છતાં અટક્યો નહીં તો આખરે આખા શહેરમાં પોલીસે કલમ 144 આગમી 16 ફેબ્રુઆરી સુધી લાગુ કરી દીધી હતી. જોકે પોલીસ કલમ 144 લાગુ કરવાને રૂટીન પ્રક્રિયા ગણાવી રહીં છે. પરંતુ તાંદલજાને શાહીનબાગ બનતુ અટકાવવા માટે આ પ્રયોગો કરવામાં આવ્યાં હોવાનુ માનવામાં આવી રહ્યું છે.

વિરોધ પ્રદર્શન શરૂ થયાના પહેલા બે દિવસ સુધી તો સોદાગર પાર્કના મેદાનમાં માત્ર સ્થાનિક મહિલાઓ જ જોડાઇ હતી. પરંતુ જોત જોતામાં આ વિરોધ પ્રદર્શનની અસર શહેરના અન્ય લઘુમતી વિસ્તારોમાં પણ જોવા મળી હતી. જેથી અન્ય વિસ્તારોની મહિલાઓ પણ હવે આ વિરોધ પ્રદર્શનનો ભાગ બની ગઇ છે. અંદાજીત 50 સ્થાનિક મહિલાઓની આગેવાનીમાં શરૂ થયેલા વિરોધ પ્રદર્શનના પાંચમાં દિવસે 500 જેટલી મહિલાઓ તાંદલજાના સોદાગર પાર્કના મેદાનમાં જોવા મળી હતી. આમ પોલીસ અને તંત્રના અનેક પ્રયાસો તાંદલજાને શાહીનબાગ બનતુ અટકાવવામાં અસફળ રહેતા,  સોદાગરપાર્કનુ ખુલ્લુ મેદાન હવે દિલ્હીનુ શાહીનબાગ બની ચુંક્યું છે.

More from Featured StoryMore posts in Featured Story »

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!