Press "Enter" to skip to content

વરસાદ પછીના ઉઘાડે મંકોડો morning walk કરવાં નિકળ્યો સામે કાનખજૂરો centipedes મળ્યો – A+ vato by Brij Pathak

પાછો કોરા કાગળનો સામનો! ફરીથી આજે શબદમહારાજને આજીજી. ફરી કલમને નમન. હે વિચારો આવો બિરાજો કલમનાં ખોળે નવા આયામો સિધ્ધ કરવાં, ગઇ વખત કરતાં ઉતકૃષ્ટ આ વખત શણગારો મારા આંગણાંની રંગોળી!! આ દરવખતનો સહજાનંદ છે. આવેલાં વિચારને આસોપાલવનાં તોરણે ઓવારણાં લઇ ટચાકા ફોડી… સરળ – સહજ રીતે તમારા લગી વિસ્તારવામાં સતત ધ્યાન રાખવાનું કે પ્રત્યેકની વાત બને. શ્ર્વાસનું પણ એવું જ છે એનાં થકી આપણી અંદરની ઇન્દ્ધિઓ સજાગ ચેતનવંતી રહે છે. પાંપણનાં પલકારા કેવાં સહજ. હૃદયના ધબકાર. જેટલું સહજ છે એ કશાય આયાસ વગરનું છે. પંચતંત્રની વાતો સાથે એક આખી પેઢીએ છેડો ફાડી નાખ્યો છે. કાગડો કુંજામાં કાંકરા નાખી પાણી પી ને ઉડી જતો. શાણી બકરીઓ સાંકડા પુલ પરથી એકબીજા પરથી કૂદકો મારી નદી પાર કરતીને કૂતરાઓ ભસીને લડી તણાઇ જતાં.

શાળામાં પહેલાં ધોરણમાં પગલું ૧ ૨ ૩ અઘરા શબ્દો નેસ્વાધ્યાય જેવું જે કઇંક બનતું એમાં ક્યારેય કંટાળાવાળી લાગણી ન થતી. બલ્કે પરોઢિયે પંખી જાગીને ગાતાં મીઠા તારા ગાન.. માં માત્ર કુદરત સાથેનો નાતો જોડાતો. ઓ ઇશ્ર્વર ભજીએ તને.. ઘરમાં કામ હું ને મારી બા, બારીમાં બબલી બેઠીતી.. ને બેઠી બેઠી જોતી’તી. આ બધું સીધું શિરા જેવું સટ ઉતરતું… હા શિરોપુરી એ પ્રેમાળ મા એ ઉમેરેલાં ગળપણનું healthy food હતું. રોટલીને ગોળ ઘીનો પાયો ખાધા પછી રાજા થઇ જવાતું.

અત્યારે android છે. pubg છે. Ludo છે. સાંભળવાં Honeysingh ગણગણવાં Apna Time Ayega ની નવી પેઢીની pop rap બાદશાહ – ખાતમા – હાથમાં જ છે. વરસોથી નવી પેઢી જૂની પેઢીને ગણકારતી નથી. આપણાં છોકરા આપણું સાંભળતા જ નથી..! Oh my goodness કેટલો જૂનો ડાયલોગ છે. તેઓ old fashion છે!! અમે થોડા mordan અમે થોડા forward અમે થોડા Practical.

જ્યાં લગી આ બધું સરળ સહજ સુગમ છે ત્યાં લગી સુખડીની spaghetti થાય તો વાંધો શું છે? એક નાની કથાથી વાત તમારા તરભાણાંમાં પધરાવું છું મજા પડે તો આચમનીએ આચમનીએ ટપકું ટપકું પડવા દેજો કંકાવટી, ત્રિપગીઘોડીને, પક્ષાલ, લોટી, શંખ, જલાધારી વગેરે ઘરનાં મંદિરમાં વપરાતી સામગ્રીનો પરિચય નવી પેઢીને કરાવજો.

એક જંગલમાં એક મંકોડો વરસાદ પછીના ઉઘાડે morning walk કરવાં નિકળ્યો હતો. સામેથી કાનખજૂરો centipedes નીકળ્યો. મંકોડાએ જી‍જ્ઞાસાપૂવૅક જ પૂછ્યું કે આમ તમને એવું કેવી રીતે યાદ રાખો કે ૧૭૭ પગમાંથી ૧લો પગ ઉપાડ્યાં બાદ બીજો પગ ઉપાડવાનો છે? આટલું સાંભળીને centipede અટક્યો તે અટક્યો એક ડગલું ય આગળ ન વધી શક્યો પણ એણે મકોડાં કને વચન લીધું કે એ પ્રશ્ર્ન હવે ક્યારેય બીજા centipede ને નહીં પૂછો. સહજ સરળ ચાલતો ક્રમ ખોરવાઇ ગયો. A+વાતોમાં ફકત જૂની પેઢીને એટલું જ કે ‘તું શું કરીશ?’ એટલું ન પૂછતાં.

Share – Like – Comment

positivevaato@gmail.com

More from A+ vatoMore posts in A+ vato »
More from LiteratureMore posts in Literature »

Comments are closed.

error: Content is protected !!