Press "Enter" to skip to content

વડોદરા / કોરોના મુક્ત થતાં હોસ્પિટલની બહાર નિકળી દુઆ કરી, રસ્તામાં જે રીતે સ્વાગત કરાયુ તેની કોઇને કલ્પના પણ નહોતી, જુઓ વીડિઓ

  • રાજ્યમાં પ્રથમ વાર એક સામટા 45 દર્દીઓ કોરોના મુક્ત થતાં આજે સવારે હોસ્પિટમાંથી રજા અપાઇ હતી
  • આજવા રોડ સ્થિત ઇબ્રાહીમ બાવની આઇટીઆઇ ખાતેના કોવિડ કેર સેન્ટરના આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ હતા દર્દીઓ
  • છેલ્લા બે દિવસમાં આ તમામ દર્દીઓના ટેસ્ટ કરાતા બન્ને વખત નેગેટીવ આવ્યાં હતા.
  • હોસ્પિટલની બહાર નિકળતા જ મહિલાઓએ દુવા કરી હતી
  • સોશીયલ ડિસટન્સીંગ જાળવવા ચાર બસમાં સાજા થયેલા દર્દીઓને તેમના ઘરે છોડવામાં આવ્યાં હતા
  • કોરોના મુક્ત થયેલા 45 લોકોનુ ફુલોથી, તાળીઓ અને થાળીઓ વગાડી સ્વાગત કરાયું

વડોદરા. છેલ્લા ઘણા દિવસોથી શહેરમાં કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આ વિકટ પરિસ્થિતિ વચ્ચે અત્યાર સુધીમાં કોરોનાગ્રસ્ત 11 લોકોના મોત નિપજ્યાં છે. કોરોના વાઇરસને લઇને લોકોમાં ભારે ભય ફેલાયો છે. તેવામાં ગત મોડી રાતે વડોદરાવાસીઓને એક ખુશીના સમાચાર મળ્યાં કે,  45 દર્દીઓ સાજા થતા આજે તેમને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. જોકે કોરોના મુક્ત થયેલા આ તમામને આજે હોસ્પિટલમાંથી રજા આપતા લોકોએ તેમનુ અનોખી રીતે સ્વાગત કર્યું જેની કોઇએ કલ્પના પણ  કરી નહોતી.

(આ રીતે  કોરોના મુક્ત થયેલા લોકોનુ ફુલોથી સ્વાગત કરાયુ)

લોકડાઉનની પરિસ્થિતિમાં અત્યાર સુધી આપણે જોયુ કે, પોલીસ અને ફ્રન્ટલાઇન વોરીર્યસની કામગીરીને બિરદાવતા લોકોએ તેમનુ ફુલોથી સ્વાગત કર્યું છે. પરંતુ આજવા રોડ સ્થિત ઇબ્રાહીમ બાવની આઇટીઆઇના કોવિડ આઇસોલેશન વોર્ડમાં સારવાર લઇ રહેલા દર્દીઓ પૈકીના 45 કોરોના મુક્ત થતાં તેમને આજે સવારે રજા આપવામા આવી હતી. સાજા થયેલા તમામને ઘરે મોકલવા માટે તંત્ર દ્વારા સિટી બસની સુવિધા પુરી પાડવામાં આવી હતી.

દરમિયાન સવારે હોસ્પિટલમાંથી ડીસચાર્જ મળતા જ કેટલીક મહિલાઓએ બહાર નિકળતાની સાથે કોરોનામાંથી મુક્ત થતા દુઆ કરી હતી કે આ વાઇરસથી સૌઉને બચાવો. સાજા થયેલા 45 લોકોને સિટી બસ મારફતે નાગરવાડા લાવવામાં આવ્યાં હતા. જ્યાં રસ્તામાં અનેક સ્થળે કોરોના મુક્ત થયેલા લોકોનુ સ્થાનિકોએ ફુલોથી સ્વાગત કર્યું હતુ. જ્યારે નાગરવાડા ચાર રસ્તા પાસે રહેતા લોકોએ બસ આવતી જોઇ ઘરમાંથી થાળીઓ અને ફુલો વરસાવી તમામનુ સ્વાગત કર્યું હતુ. તથા ફરજ પર હાજર પોલીસ કર્મીઓ અને મેડિકલની ટીમ દ્વારા તાળીઓ વગાડી કોરોના મુક્ત થયેલા લોકોનુ સ્વાગત કર્યું હતુ.

More from UncategorizedMore posts in Uncategorized »
error: Content is protected !!