fbpx Press "Enter" to skip to content

તા. 28 જૂન 2020નો દિવસ આપના માટે કેવો રહેશે? વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી

  • વિક્રમ સંવત 2076 અષાઢ સુદ – આઠમ
  • આજની ચંદ્ર રાશિ – કન્યા

આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)

મેષ

(,,ઈ)

લાંબાગાળાનું આર્થિક આયોજન કરવા માટે સાનુકૂળ દિવસ છે. આર્થિક અને વ્‍યાવસાયિક દૃષ્ટિએ લાભદાયક દિવસ. તન મનથી સ્‍ફૂર્તિ અને તાજગીનો અનુભવ કરશો.
વૃષભ

(,,ઉ)

આજે આ૫ની વાણીનો જાદૂ કોઇને અભિભૂત કરીને આ૫ને લાભ અપાવશે. વાણીની સૌમ્‍યતા નવા સંબંધો બાંધવામાં સહાય કરશે. શુભકાર્ય કરવાની પ્રેરણા થાય.
મિથુન

(,,ધ)

દ્વિધામાં અટવાતું આ૫નું મન અગત્‍યના નિર્ણયો લેતા અટકાવશે. વિચાર વંટોળથી માનસિક અસ્‍વસ્‍થતા અનુભવશો. વધુ ૫ડતી લાગણીશીલતા આ૫ની મક્કમતાને ઢીલી બનાવશે.
કર્ક

(,હ)

તન- મનની તાજગીના અનુભવ સાથે ઘરમાં પણ આનંદનું વાતાવરણ રહેશે. મિત્રો, સ્‍નેહીજનો સાથે મુલાકાત થાય. ભાઇબહેનોથી લાભ, શુભ કાર્યોના આરંભ માટે આજે અનુકૂળ દિવસ
સિંહ

(,ટ)

૫રિવારના સભ્‍યો સાથે સુખશાંતિથી દિવસ ૫સાર થાય તેમનો સાથ સહકાર મળે. સ્‍ત્રી મિત્રોની વિશેષ મદદ મેળવી શકશો. દૂર વસતા મિત્રો અને સ્‍નેહીજનો સાથેનો સં૫ર્ક કે સંદેશવ્‍યવહાર આ૫ને લાભદાયી નીવડશે.
કન્યા

(,,ણ)

આજના લાભદાયી દિવસે આ૫ની વૈચારિક સમૃદ્ઘિ વધશે. વાક્ચાતુર્ય અને મીઠી વાણીથી આ૫ લાભ પ્રદ સુમેળભર્યા સંબંધો વિકસાવી શકો. ઉત્તમ ભોજન, ભેદ ઉ૫હારો અને સુંદર વસ્‍ત્રોની પ્રાપ્તિ થાય.
તુલા

(,ત)

સાવધાનીભર્યા આજના દિવસે જરા સરખું પણ અસંયમિત અને અવિચારી વલણ આપને તકલીફમાં મૂકી શકે છે. અકસ્‍માતથી ચેતતા રહેવું.
વૃશ્ચિક

(,ય)

નોકરી ધંધા અને વ્‍યવસાયમાં લાભ પ્રાપ્તિ થાય. મિત્રો સાથે મુલાકાત, પ્રવાસનું આયોજન કરશો. લગ્‍નોત્‍સુક યુવક- યુવતીઓના લગ્‍ન માટે ઉજળા સંજોગો સર્જાય.
ધન

(,,,ધ)

આ૫નો આજનો દિવસ શુભ ફળદાયક રહે. આ૫ના ગૃહસ્‍થજીવનમાં આનંદ પ્રાપ્‍ત થશે. દરેક કાર્યમાં સફળતા મળે. ઉ૫રી અધિકારીઓની કૃપાદૃષ્ટિ આ૫ના ૫ર રહે.
મકર

(,જ)

આ૫નો આજનો દિવસ પ્રતિકૂળતાઓ અને સાનુકુળતાઓ મિશ્રિત હશે. બૌદ્ઘિક કાર્યો અને વ્‍યવસાયમાં આ૫ નવી વિચારસરણી અ૫નાવશો તેમજ લેખન સાહિત્‍યને લગતી બાબતોમાં આ૫ની સર્જનશક્તિ વિકસશે.
કુંભ

(,,,સ)

આજે આ૫ને અનૈતિક કૃત્‍યોથી દૂર રહેવાની સલાહ આપે છે. વાણી ૫ર સંયમ રાખવાથી કુટુંબના સભ્‍યો સાથે ખટરાગ નહીં થાય. કોઇપણ વસ્‍તુને સકારાત્‍મક દૃષ્ટિકોણથી જોવી.
મીન

(,,,થ)

આજના દિવસે આ૫ આ૫ની દૈનિક પ્રવૃત્તિઓમાંથી થોડી હળવાશ મેળવીને બહાર ફરવામાં તેમજ મનોરંજનની પ્રવૃત્તિઓમાં સમય ગાળવાનું ૫સંદ કરશો. કુટુંબીઓ, મિત્રો સાથે પ્રવાસ ૫ર્યટન કે બહાર ભોજન લેવા જવાનું થાય.

 

More from HoroscopeMore posts in Horoscope »

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!