Press "Enter" to skip to content

તા. 06 જાન્યુઆરીનો દિવસ આપના માટે કેવો રહેશે? વાંચો આજનું રાશિફળ

  • વિક્રમ સંવત 2076 પોષ વદ – એકાદશી
  • આજની ચંદ્ર રાશિ – મેષ

 

આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)

મેષ

(,,ઈ)

ઘરમાં મિત્રો અને સંબંધીઓની અવરજવરથી આનંદમય વાતાવરણ રહે. નવા કાર્ય શરૂ કરી શકો.
વૃષભ

(,,ઉ)

દરેક કાર્ય પૂરો વિચાર કરીને જ કરશો. ગેરસમજ ના થાય તેની કાળજી રાખશો.
મિથુન

(,,ધ)

સામાજીક, આર્થિક અને પારિવારીક ક્ષેત્રે લાભ થઈ શકે. દામ્પત્યજીવનમાં મધુરતા વધે.
કર્ક

(,હ)

વેતનમાં વૃદ્ધિ કે પદોન્નતિના સમાચાર મળી શકે. સરકારી કાર્યોમાં અનુકૂળતા રહેશે.
સિંહ

(,ટ)

આળસ, થાકને કારણે કામની ગતિ ઘટે. વિઘ્ન સંતોષીઓ વેપાર – ધંધામાં અવરોધક બની શકે.
કન્યા

(,,ણ)

સ્વભાવની ઉગ્રતા  અને ક્રોધ ટાળશો. ખોટા ખર્ચા થઈ શકે છે. હિતશત્રુથી સાવધાન.
તુલા

(,ત)

રોજીંદા કાર્યોનો ભાર ઘટવાથી રાહત અનુભવો. સાર્વજનીક માન – સન્માન મળી શકે.
વૃશ્ચિક

(,ય)

નિર્ધારીત કામમાં સફળતા મળે. બિમારીમાંથી છુટકારો મળી શકે. માતા તરફથી લાભ થાય.
ધન

(,,,ધ)

સંતાનના સ્વાસ્થ્ય અને અભ્યાસ અંગે ચિંતા થઈ શકે. પેટને લગતી બિમારી પીડા આપી શકે છે.
મકર

(,જ)

તાજગી અને સ્ફૂર્તિનો અભાવ રહી શકે છે. સ્ત્રી વર્ગ તરફથી નુકસાન કે તકરારના યોગ છે.
કુંભ

(,,,સ)

મન ચિંતામુક્ત થવાથી રાહત અનુભવો. વડીલો અને મિત્રો તરફથી લાભ પ્રાપ્ત થાય.
મીન

(,,,થ)

આર્થિક આયોજન કરવા માટે શુભ દિવસ. આવક વધે. પરિવારમાં સુખ શાંતિ રહે.

More from HoroscopeMore posts in Horoscope »
error: Content is protected !!