Press "Enter" to skip to content

તા. 20 સપ્ટેમ્બર – કેવો રહેશે આપનો દિવસ? વાંચો આજનું રાશિફળ

  • વિક્રમ સંવત 2075 ભાદરવા સુદ – ષષ્ઠી
  • આજની ચંદ્ર રાશિ – વૃષભ

આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)

મેષ

(,,ઈ)

આજે આર્થિક લેવડ દેવડમાં સાવધાન રહેશો. વિવાદ કે નજીકના વ્યક્તિઓ સાથે વાદ વિવાદ ટાળો.
વૃષભ

(,,ઉ)

શારિરીક અને માનસિક રૂપે સ્વસ્થ્યતા અનુભવશો. પરિવાર સાથે આનંદપૂર્વક દિવસ વિતાવી શકશો.
મિથુન

(,,ધ)

આપની વાણીને કારણે કોઈનું મનઃદુખ થઈ શકે છે. સ્વાસ્થ્યની કાળજી રાખશો. ઈશ્વરભક્તિ કરશો.
કર્ક

(,હ)

નોકરી અને વેપારમાં અનુકૂળ પરિસ્થિતિ થાય. મિત્રો ખાસ કરીને સ્ત્રી મિત્રોથી લાભ થઈ શકે છે.
સિંહ

(,ટ)

આજે દ્રઢ મનોબળથી કાર્યો સંપન્ન કરશો. સરકારી કામકાજમાં સફળતા મળે. પિતા તરફથી લાભ મળે.
કન્યા

(,,ણ)

આજનો દિવસ આનંદમય રહેશે. આર્થિક લાભ અને વિદેશથી સારા સમાચાર મળે. વિદેશ જવાની ઈચ્છા પૂર્ણ થાય.
તુલા

(,ત)

કોઈપણ નવા કાર્યનો આરંભ ના કરશો. વાણી અને વ્યવહાર પર નિયંત્રણ રાખશો. મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક

(,ય)

આજનો દિવસ આનંદ પ્રમોદમાં વિતશે. સાર્વજનિક ક્ષેત્રે માન-સન્માન પ્રાપ્ત થાય. ભાગીદારથી લાભ.
ધન

(,,,ધ)

આજે સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. યશ કિર્તી તથા આનંદ પ્રાપ્ત થાય. અધુરા કાર્યો પૂર્ણ થશે. શુભ દિવસ.
મકર

(,જ)

આજે કોઈ નક્કર નિર્ણય નહીં લઈ શકો. મહત્વપૂર્ણ નિર્ણય લેવાનું ટાળો. પેટને લગતી સમસ્યા થશે.
કુંભ

(,,,સ)

અત્યંત સંવેદનશીલ થવાને લીધે માનસિક અશાંતિ રહેશે. માનહાનીનો યોગ સર્જાય. સાવચેત રહેશો.
મીન

(,,,થ)

આજે મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટે યોગ્ય દિવસ. વિચારોમાં દ્રઢતા રહે. શત્રુઓને પરાજીત કરી શકો.