Press "Enter" to skip to content

NH-8 પરનો અકસ્માતઃ જો માથે હેલ્મેટ પહેર્યું હોત તો આજે કદાચ 19 વર્ષીય યુવતિ જીવીત હોત

  • NH-8 પરની માતૃછાયા રેસ્ટોરન્ટ પાસે ઉભેલી ટ્રકની પાછળ ધડાકાભેર એક્ટિવા ભટકાતા યુવતિનુ ઘટના સ્થળેજ મોત નિપજ્યું હતું. 
  • હાઇવે પર ટ્રક પંચર પડતા ટાયર બદલવા ચાલકે રસ્તા પરજ ટ્રક ઉભી કરી દીધી
  • એક્ટિવા પર પાછળ બેઠેલી યુવતિની માતાને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ
  • અકસ્માતમાં એક્ટિવા ચાલક યુવતિનુ માથુ ટ્રકની લોખંડી બોડીમાં ભટાકાતા માથુ છુંદાઇ ગયું હતુ.
  • સરકારે ટુ-વ્હિલર ચાલકો માટે હેલ્મેટ ફરજીયાત પહેરવાનો કાયદો લાગુ કર્યું પરંતુ હાઇવે પર તેનો કોઇ અમલ થતો નથી.

વડોદરા.તાજેતરમાંજ કેન્દ્ર સરકાર દ્વારા વાહન ચાલકોને હેલ્મેટ ફરજીયાત પહેરવાનો કાયદો લાગુ કર્યો છે. પરંતુ આ કાયદો જાણે માત્ર શહેરમાંજ લાગુ કરવામાં આવ્યો હોય તેવુ લાગી રહ્યું છે.  જોકે હેલ્મેટની ખાસ જરૂર તો હાઇવે પર પસાર થતાં ટુ-વ્હિલર ચાલકો માટે અત્યંત જરૂરી છે. જેથી  આ પ્રકારના ગંભીર અકસ્માતમાં વાહન ચાલકનો જીવ બચી શકે, પરંતુ તંત્ર માત્ર શહેરી વિસ્તારમાં ધ્યાન કેન્દ્રીત કરી સંતોષ માની બેઠી છે, અને હાઇવે પર બનતા આ પ્રકારના ગંભીર અકસ્માતો અટકવાનુ નામ નથી લઇ રહ્યાં.

પોર ગામમાં રહેતી અંદાજીત 19 વર્ષીય ઉન્નતિ ઉપાધ્યાય આજે મોડી સાંજે તેની માતાને એક્ટિવા પર લઇને તરસાલી સ્થિત હોસ્પિટલમાં પહોંચી હતી. જ્યાં હોસ્પિટલમાંથી કામ પતાવ્યાં બાદ ઉન્નતિ અને તેની માતા એક્ટિવા પર ઘરે જવા માટે રવાના થયાં હતા. તેવામાં રાત્રે 10-30 વાગ્યાના અરસામાં NH-8 પર આવેલી માતૃછાયા રેસ્ટોરન્ટ પાસે ટ્રક પંચર પડતા ચાલકે રસ્તા પર ઉભી કરી દીધી હતી. દરમિયાન એક્ટિવા ચાલક ઉન્નતિએ અચાનક સ્ટીયરીંગ પરનુ કાબુ ગુમાવતા ધડાકાભેર ટ્રકની પાછળ ભટકાતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત સર્જાતા એક્ટિવા ચાલક યુવતિને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનુ ઘટના સ્થળેજ મોત નિપજ્યું હતું. જ્યારે પાછળ બેસેલી તેની માતાને ગંભીર ઇજા પહોંચી હતી. જોકે ઘટનાની જાણ મકરપુરા પોલીસને થતાં તેઓ તાત્કાલીક સ્થલ પર દોડી આવ્યાં હતા. જ્યાં ટ્રકનુ ટાયર પંચર પડી જતા ટાયર બદલવા માટે ચાલકે ટ્રક ઉભી રાખી હોવાનુ જાણવા મળી રહ્યું છે. ટ્રકની બ્રેક લાઇટ પર ચાલુ ન હોવાથી અંધારાના કારણે અકસ્માત સર્જાયો હોવાનુ જાણવા મળી રહ્યું છે.

અકસ્માતના સમયે સ્થળ પર હાજર સ્થાનિકોએ જણાવ્યું હતું કે, એક્ટિવા ચાલક યુવતિએ હેલ્મેટ પહેર્યું ન હતુ. જેથી અકસ્માત સર્જાતા ટ્રકની પાછળની લોખંડની બોડી ધડાકાભેર તેના માથાના ભાગે વાગતા તે ઢલી પડી હતી. જો એક્ટિવા સવાર યુવતિએ હેલ્મેટ પહેર્યું હોત તો કદાચ આજે તેનો જીવ બચી શક્યો હોત.

More from CrimeMore posts in Crime »

One Comment

Comments are closed.

error: Content is protected !!