Press "Enter" to skip to content

રાત્રે 3 વાગ્યે શ્રીજી વિસર્જનની જીદ કરી પોલીસ પર હુમલો કરવાના મામલે ભાજપાના કાર્યકરની ધરપકડ

  • અનંતચૌદશની પૂર્વ રાત્રે નવલખી મેદાનમાં આવેલા કૃત્રિમ તળાવ ખાતે બનેલો બનાવ.
  • લાઈટો ચાલુ કરાવવા અને ક્રેઈન ઓપરેટરોને જગાડવા છાણી યુવક મંડળના યુવાનોએ હોબાળો મચાવ્યો હતો.
  • બે પોલીસ કર્મીઓ પર હુમલો કરવા ઉપરાંત પીસીઆઈ વાનની તોડફોડ કરી હતી.

વડોદરા. શ્રીજી વિસર્જનની આગલી રાત્રે 3 વાગ્યાના અરસામાં નવલખી મેદાન ખાતેના કૃત્રિમ તળાવ ખાતે છાણી ગણપતિ મંડળના યુવાનોએ હોબાળો મચાવી પોલીસ પર હુમલો કર્યો હતો અને પીસીઆર વાનની તોડફોડ કરી હતી. આ મામલે આજે રાવપુરા પોલીસે ભાજપના કાર્કર નિશીત અમીનની ધરપકડ કરી છે.

નવલખી મેદાનના કૃત્રિમ તળાવ ખાતે અનંતચૌદશના રોજ વહેલી સવારથી શ્રીજી વિસર્જન કરવામાં આવતું હોય છે. જોકે, છાણી ગણપતિ મંડળના યુવાનો મધરાતે 3 વાગ્યે શ્રીજી પ્રતિમા લઈ કૃત્રિમ તળાવ પર પહોંચી ગયા હતાં. તે સમયે ક્રેઈનના ઓપરેટરો સૂતાં હતાં અને લાઈટો પણ બંધ હતી.

છાણી ગણપતિ યુવક મંડળના યુવાનોએ ફરજ પર હાજર પોલીસ કર્મીઓ સાથે રકઝક કરી હતી. અને લાઈટો ચાલુ કરાવવા અને ક્રેઈનના ઓપરેટરોને જગાડવાની જીદ પકડી હોબાળો મચાવ્યો હતો. દરમિયાનમાં યુવાનોએ બંને પોલીસ કર્મીઓ પર હુમલો કરી માર માર્યો હતો અને ત્યાં પડેલી પીસીઆર વાનની તોડફોડ કરી હતી. આ મામલે આજે રાવપુરા પોલીસે ભાજપના કાર્યકર નિશીત અમીનની ધરપકડ કરી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, છાણીના યુવક મંડળના યુવાનોએ આ મામલાની ન્યાયિક તપાસ કરવાની માંગણી કરતી લેખિત રજૂઆત પોલીસ કમિશનરને કરી હતી.

More from CrimeMore posts in Crime »
error: Content is protected !!