Press "Enter" to skip to content

CM સાહેબ, દંડ ઉઘરાવી સરકારી તિજોરી ના ભરશો, એ નાણામાંથી પ્રજાજનોને હેલ્મેટ ખરીદી આપો

ચિંતન શ્રીપાલી, વડોદરા. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાહેબ સોમવારથી ટ્રાફિક નિયમન ભંગાના આંકરા દંડની વસુલાતનુ શ્રીગણેશ થઇ ચુંક્યું છે. દંડની આ રકમ જોઇ સામાન્ય વ્યક્તિનો પરસેવો છુટી ગયો છે. તમારી પ્રજાની આ પીડા તમે સમજી શકો છો એટલેજ તમે નવા કાયદામાં ફેરફાર કરી દંડની રકમમાં ઘટાડો કરી પીયુસીની મુદ્દતમાં વધારો કર્યો છે. આંકરા દંડની સામે જે લોકોમાં રોષ છે, કદાચ એ તમારી અપેક્ષા મૂજબનો હશે, તેવુ મારૂ માનવુ છે. હું એવુ પણ માનુ છું કે તમે મન પર ભાર મૂકી 16 સપ્ટેમ્બરથી રાજ્યમાં આ કાયદાનો અમલ શરુ કરવાનો આદેશ કર્યો હશે, તમારી પણ કંઇ મજબૂરી રહીં હશે, જે પ્રજા ખૂબ સારી રીતે જાણે છે. પરંતુ આ સમાચારના માધ્યમથી સરકારને વાસ્તવિક્તાના દર્શન કરાવવા માંગુ છું, તમે અને તમારી સરકાર જે પ્રકારે કહીં રહીં છે કે, આંકરો દંડ વસુલવા પાછળ સરકારનો રૂપિયા કમાવવાનો કોઇ હેતું નથી, તે વાતથી હું તો નહીં જ, પણ તમારી પ્રજા પણ સંમત નથી.

નોટબંધીની જેમ ટ્રાફિક નિયમનનો કમરતોડ દંડ વસુલતો કાયદો રાતો રાત સમગ્ર દેશવાસીઓ પર થોપી દેવાયો છે. જે રીતે નોબંધીના સમયે લોકો બેન્કો અને એટીએમની બહાર કલાકો સુધી લાઇનમાં ઉભા રહેતા, તેવી પરિસ્થિતીનુ ફરી એક વખત સમગ્ર દેશમાં સર્જાય છે. જે શહેરના રસ્તાઓ ખાડા, બમ્પરો અને ડીવાઇડરથી ભરપૂર છે, તેવા રસ્તાઓ પર વડોદરાવાસીઓનુ વાહન 40 કી.મીની સ્પીડ વટાવી નથી શકતું, તો પછી અકસ્માત અને વાહન ચાલકની સલામતીનો પ્રશ્ન ક્યાં ઉભો થાય છે. તેમ છતાં લોકોને સરકારના કાયદાને માન આપી અમલ શરુ કર્યો, પરંતુ વાહન અકસ્માતના બનાવો શું માત્ર શહેરી વિસ્તારમાંજ બને છે, હાઇવે પર કોઇ વાહન અકસ્માત સર્જાતોજ નથી, સરકારની આવી ખોટી માનસિક્તા હોય તો જરાં હાઇવ પર નજર કરવાની જરૂર છે.

એક તરફ તમે અને તમારી સરકાર સહીત સરકારી બાબુઓ કહીં રહ્યાં છે કે, આ કાયદો પ્રજાની સલામતીને ધ્યાનમાં રાખી અમલમાં મૂકાયો છે. આકરો દંડ વસૂલવા પાછળ સરકારનો રૂપિયા કમાવવાનો કોઇ આશય નથી. આંકરા દંડની રકમમાંથી બચવા વાહન ચાલકો કાયદાનો ચુસ્ત અમલ કરી પોતાની અને પરિવારની સુરક્ષાનુ ધ્યાન રાખે તેવા હેતુ સાથે આ કાયદો અમલમાં મુકાયો છે.

તમે અને તમારી સરકાર કહીં રહીં છે કે, રૂપિયા કમાવવા માટે આ કાયદો અમલમાં નથી મુકાયો, તો પછી વાહન ચાલકો પાસેથી વસુલાતી દંડની રકમમાંથી તેમને હેલ્મેટ લઇ આપો, જેની પાસે પીયુસી નથી તેવા વાહન ચાલક પાસેથી લેવાયેલી દંડની રકમમાંથી તેને પીયુસી કાઢી આપો, આવા કોઇ કાર્યો સરકારને કરવા નથી અને માત્ર આંકરો દંડ ઉધરાવી પ્રજાના માથે આર્થિક બોજો ઉભો કરવામાં આવી રહ્યો હોય તેવું ફલીત થાય છે.

જો સરકારને ખરેખર પ્રજાની ચિંતા છે, તો ટ્રાફિક નિયમનના કાયદાની વધુ જરૂર હાઇવે પર છે, જ્યાં આડેધડ વાહન ચાલકો ઓવર સ્પીડીંગમાં વાહન ચલાવે છે, આવા વાહન ચાલકોને દંડવાની સરકાર પાસે કોઇ યોગ્ય નિતી નથી, નાતો ટ્રાફિક વિભાગ દ્વારા હાઇવે પર આ અંગે કામગીરી કરવામા આવે છે, તેમજ હાઇવ પર ટુ-વ્હિલર ચાલક હેલ્મેટ પહેરે છે કે નહીં તેની ચકાસણી માટે જવાબદાર કોણ?

તેમજ વડોદરાનો એક પણ રસ્તો એવો નથી જ્યાં વડોદરાવાસીઓ પોતાનુ વાહન 40 કી.મીની ઉપર વટાવી શકે, કારણે રસ્તા પરના અસંખ્યા ખાડા, રસ્તા પર ખુલ્લેઆમ ફરતા ઢોરો, વિવિધ સ્થળે આડેધડ ઉભા કરાયેલા બમ્પરો અને ડીવાઇડરોના કારણે વાહન ચાલકો પોતેજ ભયમાં ઓવર સ્પીડીંગ કરતુ નથી. આવી સ્થિતીમાં તમને લાગે છે કે હેલ્મેટ પહેરવાની જરૂર છે ખરી?

વાસ્તવિક્તા તો એ પણ દરશાવે છે કે, મોટાભાગા વાહન ચાલકો હેલ્મેટ પહેરવાની ટેવ વાળા નથી, તેવા વાહન ચાલકોએ હવે માથે હેલ્મેટ ધારણ કરી લીધું છે, પણ વાહન પર સાઇડ મીરર ન હોવાના કારણે તેઓ પાછળથી આવતા વાહનને જોઇ શકતા નથી અને પાછળથી આવી રહેલો વાહન ચાલક કંઇ દીશામાં જવા માંગે છે તો જો માટે પાછળ ડોકુ ફેરવે છે પણ માથે હેલ્મેટના કારણે જોઇ શકાતુ નથી, આવી પરિસ્થિતીમાં અકસ્માતના બનાવો વધવાની પુરે પુરી શક્યાતાઓ છે.

More from Featured StoryMore posts in Featured Story »