Press "Enter" to skip to content

વડોદરાના માંજલપુર અને નવાપુરા PIની બદલી શા માટે ટ્રાફિક શાખામાં કરાઇ, જાણો

  • માંજલપુર પોલીસ સ્ટેશનના પી.આઇ ઝેડ.એમ સિંધી તાજેતરમાંજ જુગારની રેઇડના વિવાદમાં સપડાયા હતા.
  • ઇન્સપેકટર ઝેડ.એમ સિંધીને બદલે તમનો પુત્ર તોસીફ ઇન્સપેકટર બની જુગારની રેઇડ પાડવા જતાં સીસીટીવી કેદ થયો હતો.
  • નવાપુરા પોલીસ સ્ટેશનના પી.આઇ આર.એમ ચૌહાણની ભેદીસંજોગોમાં બદલી ?
  • શહેરના એક પોલીસ સ્ટેશનમાં ગણપતિ વિસર્જન પહેલા યુવાન મહિલા એલઆરડીને બાહાપોશમાં લેતા પોલીસ ઇન્સપેકટરને લાફો ઝીંકાયો હોવાની વાતો પોલીસ બેડામાં વહેતી થઇ હતી.

વડોદરા. અમુક અસામાજીક તત્વોના કારણે આખી કોમને ગુનેગાર ઠેરવવી એ વ્યાજબી નથી, એવી જ રીતે પોલીસ બેડામાં ફરજ બજાવતા અમુક અધિકારીઓના કારણે સમગ્ર પોલીસ વિભાગને ગાળો આપવી યોગ્ય નથી. શહેરમાં આવેલા પૂરના સંકટ સમયમાં શહેર પોલીસ દ્વારા ઉમદા કામગીરી કરવામાં આવી હતી. જેને પ્રજાજનોએ બિરદાવી હતી અને પોલીસની ખરડાયેલી છબી ફરી એક વખત ચોખ્ખી બની હતી. પરંતુ માંજલપુર અને શહેરી વિસ્તારના પોલીસ સ્ટેશનમાં બનેલી ઘટનાઓને પગલે ફરી એક વખત શહેર પોલીસ શર્મસાર થઇ છે.

ઘટના એવી બની હતી કે, ગત 24 ઓગષ્ટના રોજ મકરપુરા જીઆઇડીસીમાં એક્યુરેટ ગીયર કંપનીમાં જુગાર રમાતો હોવાની માહિતી માંજપુર પોલીસને મળી હતી. જેથી પી.આઇ ઝેડ.એમ સિંધી સુચના મૂજબ એક પીએસઆઇ અને બે કોન્સટેબલ સહીત પીઆઇનો પુત્ર તોસીફ સ્થળ પર રેઇડ પાડવા માટે પહોંચી ગયાં હતા. દરમિયાન કંપનીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં તોસીફની તમામ હરકતો કેદ થઇ હતી, અને ગણત્રીના દિવસોમાં આ સીસીટીવી ફુટેજ વાઇરલ થયાં હતા. જેથી આ બાબત પોલીસના ઉચ્ચઅધિકારીઓના ધ્યાને આવતાં પહેલા બે કોન્સટેબલ અને બાદમાં માંજલપુરના ઇન્સપેકટરની ટ્રાફિક શાખામાં બદલી કરી દઇ પોલીસે સતોષ માન્યો હતો. પરંતુ તોસીફ સામે હજી સુધી કોઇ કાયદેસરના પગલા લેવાયાં નથી.

બીજી ઘટના અંગે વાત કરીયે તો, ગણપતિ વિસર્જન પહેલા શહેર વિસ્તારમાં આવેલા એક પોલીસ સ્ટેશનમાં સમી સાંજે આધેડ વયના પોલીસ ઇન્સપેકટરે એક યુવાન મહિલા એલઆરડીને બાહોપાશમાં જકડી લીધી હતી. જોકે ઇન્સપેકટરની આ હરકતથી ચોંકી ઉઠેલી મહિલા એલઆરડીએ ઇન્સપેકટરના તાબે થવાને બદલે તેમને લાફા ઝીંકી દીધા હતા. જોકે આ મામલો એસીપી કક્ષાના અધિકારીના ધ્યાને આવતાં શહેર પોલીસના ઉચ્ચઅધિકારીઓ પાસે પહોંચ્યો હતો. જોકે પોલીસે વાતને કોઇ પણ પ્રકારનુ સમર્થન આપ્યું ન હતું.પરંતુ આ ઘટના બાદ અચાનક નવાપુરાના પીલોસ ઇન્સપેકટર આર.એમ ચૌહાણની ભેદીસંજોગોમાં બદલી થતા પોલીસ બેડામાં અનેક તર્ક વિતર્કની વાતો વહેતી થઇ છે.

જોકે માંજલપુર પોલીસ સ્ટેશનના ઇન્સપેકટર ઝેડ.એમ સિંધીની ટ્રાફિક શાખામાં બદલી કરાતાં તેમનો ચાર્જ પોલીસ સ્ટેશનના સબ ઇન્સપેકટર વી.ડી ઝાલા અને નવાપુરાના ઇન્ચાર્જ પીઆઇ તરીકેનો ચાર્જ આર.આઇ સોલંકીને સોંપાયો છે.

More from CrimeMore posts in Crime »
error: Content is protected !!