Press "Enter" to skip to content

વડોદરામાં ટ્રાફિકના નવા નિયમનનો એટલો અમલ થયો કે બીજા દિવસે પોલીસને રસ્તા પર ઉભા રહેવની જરૂર જ ના પડી !

  • તા. 16 સપ્ટેમ્બરથી ટ્રાફિકના આંકરા દંડ સાથેનો નવો નિયમ લાગુ કરાયો હતો.
  • ટ્રાફિકના દંડથી બચવા વાહન ચાલકોએ હેલ્મેટ પહેર્યું અને જરૂરી દસ્તાવેજો પણ સાથે રાખ્યાં
  • આજે એક પણ પોઇન્ટ પર પોલીસ જોવા ન મળતા કાયદાનો અમલ કરનાર વાહન ચાલકો આશ્ર્ચર્યમાં મુકાયા
  • શહેર પોલીસના 300 જવાનોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બંદોબસ્તમાં ગયાં હોવાથી ટ્રાફિકની કામગીરી પર બીજા દિવસેજ બ્રેક વાગી ગઇ

વડોદરા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેઓના 70માં જન્મદીને કેવડિયા ખાતે આયોજીત નમામી દેવી નર્મદે મહોત્સવમાં ભાગ લેવા માટે કેવિયા ખાતે આવ્યાં હતા. વડાપ્રધાનના બંદોબસ્તમાં રાજ્યાભરમાંથી પોલીસ અધિકારીઓ અને જવાનોને તૈનાત કરાયાં હતા. જેમાં શહેર પોલીસના 300 કર્મીઓ વડાપ્રધાનના બંદોબસ્તમાં ગયાં હોવાથી 16 સપ્ટેમ્બરથી અમલમાં મુકાયેલા ટ્રાફિકના આંકરા દંડ સાથેના નવા નિયમો પર બીજી જ દિવસે બ્રેક લાગી ગઇ હતી.

16 સપ્ટેમ્બરથી ટ્રાફિકના નવા નાયમ અમલમાં આવતાં વાહન ચાલકોએ આંકરા દંડથી બચાવ હેલ્મેટ પહેરવાનુ શરુ કર્યું હતું. તેમજ વાહન ચલાવતી વખતે ડ્રાઇવીંગ લાયસન્સ, પીયુસી, ઇન્શ્યોરન્સની કોપી જેવા જરૂરી દસ્તાવેજો પણ લોકોએ સાથે રાખવાનુ શરુ કર્યું છે. ગતરોજ શહેરના વિવિધ પોઇન્ટ પર ઉભેલા પોલીસના ટોળાને જોઇ ફફળી ઉઠેલા વાહન ચાલકો દહેશતમાં મુકાયા હતા. જેથી બીજી દિવસે પણ વાહન ચાલકો હેલ્મેટ સહીત તમામ દસ્તાવેજો સાથે રાખી ઘરેથી નિકળ્યાં હતા. પરંતુ શહેરના એક પણ પોઇન્ટ પર પોલીસ જોવા ન મળતા વાહન ચાલકો આશ્ર્ચર્યમાં મુકાયા હતા. આ દ્રશ્યો જોઇ વાતો વહેતી થઇ હતી કે, શહેરમાં પહેલાજ દિવસે ટ્રાફિક નિયમનો એટલો અમલ થયો કે બીજા દિવસે પોલીસને રસ્તા પર ઉભા રહેવની જરૂર જ ના પડી.

જોકે હકીકત એ છે કે શહેર પોલીસના 300 કર્મીઓ વડાપ્રધાનના બંદોબસ્તમાં કેવડિયા ગયા હોવાથી ટ્રાફિકની કામગીરી પર બ્રેક લાગી હતી. પરંતુ સાંજ 5થી રાત્રે 8 વાગ્યા સુધી ટ્રાફિકની કામગીરી પુનઃ શરુ કરવામાં આવશે.

More from Featured StoryMore posts in Featured Story »
error: Content is protected !!