Press "Enter" to skip to content

ગુસ્સે થઇ ફુફાડા મારતો 10 ફુટનો અજગર રેસ્ક્યૂ ટીમ પર ત્રાટક્યો, જુઓ વીડિયો

  • આજવા થીમ પાર્ક પાસેના એક ફાર્મ હાઉસમાં મહાકાય અજગર જોવા મળ્યો હતો
  • ફાર્મ હાઉસના માલિકે તાત્કાલીક વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટને જાણ કરી હતી.
  • 1 કલાકની ભારે જહેમત બાદ અજગર લાકડાના ઢગલા નિચે છુપાયેલો જોવા મળ્યો
  • રેસ્કયૂ ટીમના કાર્યકરોએ અજગરને પકડતા ગુસ્સે થઇ ફુફાડા મારવા લાગ્યો
  • ફુફાડા મારી રહેલો અજગર અચાનક રેસ્ક્યૂ ટીમ પર ત્રાટક્યોં અને પછી શું થયું તે જુઓ વીડિયોમાં

વડોદરા. શહેર નજીક આવેલા આજવા થીમ પાર્ક પાસેની મારૂતિ ફાર્મમાં મહાકાય અજગર જોવા મળતાં લોકોમાં ફફળાટ ફેલાયો હતો. જેથી ફાર્મ હાઉસના માલિકે આ અંગે તાત્કાલીક વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટનો સંપર્ક કર્યો હતો. રેસ્ક્યૂ ટીમના કાર્યકરોને જાણ થતા તેઓ સ્થળ પર પહોંચ્યાં હતા. જ્યાં ફાર્મ હાઉસની અંદર લાકડાના ઢગલા નિચે અજગર હોવાનુ જાણવા મળ્યું હતું. લાકડાના ઢગલામાંથી મહાકાય અજગરને સાવચેતિપૂર્વક રેસ્ક્યૂ કરતા ફુફાડા મારી રહેલો અજગર ગુસ્સે ભરાયો અને રેસ્ક્યૂ ટીમ પર ત્રાટક્યો હતો. જોકે સદનસીબે વાઇલ્ડ લાઇખ રેસ્ક્યૂ ટીમનો કાર્યકરોને નુકશાન પહોંચ્યો ન હતો. અને એક કલાકની ભારે જહેમત બાદ અંદાજીત 10 ફુટના અજગરને રેસ્ક્યૂ કરી સહીસલામત વનવિભાગને સોંપી દેવાયો હતો.

More from Featured StoryMore posts in Featured Story »
error: Content is protected !!