Press "Enter" to skip to content

VIDEO : દીકરીએ કહ્યું પપ્પા ફટાફટ જાઓ… પિતાએ સુરસાગરમાં ડૂબકી લગાવી પતંગ-દોરીથી ઇજાગ્રસ્ત કબૂતરને બચાવી લીધુ

  • ઉત્તરાયણનો તહેવાર મુંગા પક્ષીઓ માટે દિવસેને દિવસે જોખમી સાબીત થઇ રહ્યો છે.
  • પતંગ-દોરી કબૂતરની એક પાંખમાં ભરાતા તેની માટે ઉડવુ મુશ્કેલ બન્યું હતું.
  • ઇજાગ્રસ્ત કબૂતર ઉડી ન શકતા સુરસાગર તળાવમાં પડ્યું અને તડફળીયા મારવા લાગ્યું
  • તળાવના કિનારે ઉભેલી એક બાળકીએ દ્રશ્યો જોતા કબૂતરનો જીવ બચાવવા માટે પિતાને કહ્યું
  • સતીષભાઇ કહાર એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના ઠંડાગાર પાણીમાં કૂદી પડ્યાં
  • કબૂતરને સહીસલાત પિતાના હાથમાં જોઇ બાળકીની ખુશી છલકાઇ આવી હતી

વડોદરા. સંસ્કારી નગરી તરીકે વિશ્વાભરમાં ઓળખ ધરાવતુ વડોદરા શહેર વધુ એક વખત ગર્વ અનુભવે તેવો એક વિડીઓ સામે આવ્યો છે. જ્યાં પતંગ-દોરીથી ઇજા પામેલુ કબૂતર ઉડી ન શકતા સુરસાગર તળાવમાં પડતા તડફળીય મારી રહ્યું હતુ. તેવામાં સતીષભાઇ કહાર નામની વ્યક્તિ ઇજાગ્રસ્ત કબૂતર માટે સાક્ષત પ્રભુના સ્વરૂપમાં આવી તેને નવુ જીવનદાન આપ્યું હતુ.

આ ઘટનાની વિગત એવી છે કે, ઉત્તરાયણની સવારે પતંગની દોરી એક કબૂતરની પાંખમાં ભરાઇ હતી. જેના કારણે કબૂતર ઉડી શકે તેવી સ્થિતિમાં નહતુ અને તે સુરસાગર તળાવના ઠંડાગાર પાણીમાં પડ્યું હતુ. કિનારે ઉભેલી એક બાળકીએ આ દ્રશ્યો જોતા તુરંત તેના પિતાને કહ્યું, “પપ્પા ફટાફટ જાઓ” દિકરીના મોઢામાંથી નિકળેલુ આ વાક્ય પુરુ થાય ત્યાં તો દાંડીયાબજાર વિસ્તારમાં રહેતા સતીષભાઇ કહાર કંઇ વિચાર્યા વિના તળાવમાં કૂદી પડ્યાં હતા.

સતીષભાઇ તરવઇયા હોવાથી તેઓ ગણત્રીની મિનીટોમાં તળાવમાં તડફળીયા મારી રહેલા કબૂતર સુધી પહોંચી ગયા હતા. ઇજાગ્રસ્ત કબૂતરને હાથમાં લઇ તેમણે પહેલા તો તેને શાંત કર્યુ અને બાદમાં કબૂતરની પાંખમાં ભરાઇ ગયેલી દોરી મોઢેથી તોડી નાખી હતી. ઇજાગ્રસ્ત કબૂતરને સહીસલામત સતીષભાઇએ બહાર કાઢી સારવાર અર્થે મોકલી આપ્યુ હતુ. આમ 1.53 મિનિટમાં સતીષભાઇએ પતંગની દોરીથી ઇજાગ્રસ્ત થયેલા મુંગા પક્ષીને એક નવુ જીવનદાન આપ્યું હતુ.

More from Featured StoryMore posts in Featured Story »
More from LiveMore posts in Live »
error: Content is protected !!