Press "Enter" to skip to content

CM વિજય રૂપાણીની સરકારી ગાડીનો વીમો પૂરો થઇ ગયો છે, તેમને ટ્રાફિકનો દંડ કેમ નહીં…? કારણ કે આ છે હકીકત

  • મુખ્યમંત્રી વિજય રૂપાણીની કારનો વીમો પૂરો થઇ ગયો છે તેવો લખાણ સાથેનો મેસેજ સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થયો છે.
  • ટ્રાફિક નિયમનના ભંગ બદલ મુખ્યમંત્રીને પણ દંડ થવો જોઇએ એ પ્રકારનો પણ મેસેજમાં ઉલ્લેખ કરાયો છે.
  • આ વાઇરલ ફોટાની ઊંડાણપૂર્વક તપાસ કરતા નીચે દરશાવેલ હકીકત જાણવા મળી હતી.

વડોદરા. ટ્રાફિક પોલીસના આકરાં તેવરથી પ્રજા એક તરફ ત્રસ્ત છે ત્યારે આજે મુખ્યમંત્રીની ગાડીનો વીમો પૂરો થઈ ગયો છે છતાં તેમને દંડ કેમ નહીં? તેમની ગાડીનું પીયુસી પણ નથી… વગેરે અંગેનો મેસેજ સોશિયલ મિડીયામાં વાઈરલ થયો છે. આ વાઈરલ મેસેજ અંગે તપાસ કરતાં સ્પષ્ટ હકીકત સામે આવી છે.

ગુજરાતમાં 16 સપ્ટેમ્બરથી ટ્રાફિક નિયમનના સુધારાના સાથેનો નવો કાયદો અમલમાં મુકાતાની સાથે જ લોકોમાં ફફડાટ ઉભો થયો છે. વાહન ચાલકો ક્યાંક પીયુસી કઢાવવા લાંબી લાઇનોમાં ઉભેલા જોવા મળે છે, તો કેટલાક વીમા એજન્ટોની ઓફીસમાં બેસેલા જોવા મળે છે. અને મોટાભાગના હેલ્મેટની ખરીદીમાં લાગ્યાં છે. આવા સમયે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારી ગાડીના ફોટા સાથે તેમની ગાડીનો વીમો પૂરો થઇ ગયો છે, ટ્રાફિક નિયમના ભંગ બદલ વિજય રૂપાણીને દંડ કેમ નહીં, કાયદો ફકત પ્રજા માટે જ છે, તેવા મેસેજ હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થયા છે. જોકે આ મેસેજ કેટલી હદે સાચો તેની અવર વડોદરા દ્વારા તપાસ કરવામાં આવી હતી.

(આ છે સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલો મેસેજ)

ટ્રાફિક નિયમનના દંડનો કાયદો તમામ નેતાઓ, સરકાર કર્મચારીઓ-અધિકારીઓ સહીત પ્રજાને લાગુ પડે છે. આ કાયદામાંથી કોઇને બાકાદ રાખવામાં આવ્યાં નથી તેવી જાહેરાત ખુદ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી હતી. તો પછી ટ્રાફિક ભંગનો કાયદો મુખ્યમંત્રીને પણ લાગુ પડવો જ જોઇએ તે વાત સાચી છે. પરંતુ સોશિયલ મીડિયામા વાઇરલ થયેલા મેસેજની ખરાઇ કર્યા વિના સાચો માની બેસવું તે પણ એક મુર્ખામી જ છે, જેથી આ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મુખ્યમંત્રીની સરાકરી ગાડી નં- GJ-18-G- 9085 ડીઆઇજી (ડિરેકટર જનરલ ઓફ પોલીસ)ના નામે રજીસ્ટર છે, ગાડીનો વીમો 31 ડીસેમ્બર 2019 સુધી હોવાની હકીકત સામે આવી હતી. જ્યારે વાઇરલ મેસેજમાં ફોટોગ્રાફ સાથે ચેંડા કરી, મુખ્યમંત્રીની ગાડીનો વીમો 10 એપ્રિલ 2015માં પુરો થયો હોવાની વિગતો દર્શાવવામાં આવી છે.

(તપાસ કરતાં આ હકીકત સામે આવી હતી)

આ મામલે શહેર પોલીસ કંટ્રોલ રૂમના એસીપી ગામીતએ માહીતી આપી હતી કે, મુખ્યમંત્રીની કારનુ ઇનસ્યોરન્સ પુરુ થઇ ગયું છે, કાયદા ખાલી સામાન્ય માણસ માટે જ છે…? તેવા વાઈરલ થઈ રહેલાં મેસેજ તદ્દન ખોટા છે, મુખ્યમંત્રીની ગાડીનો ઇનસ્યોરન્સ રિન્યુ થઇ ચુંક્યું છે, જેની તમામે નોંધ લેવી.

More from Featured StoryMore posts in Featured Story »
error: Content is protected !!