Press "Enter" to skip to content

વડોદરા સંસ્કારી નગરીના આ છે સંસ્કાર ? પ્લાસ્ટીક બેગમાં એંઠવાડો ભરી વિશ્વામિત્રીમાં આ રીતે ઠલવાય છે, જુઓ વિડિઓ

  • શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી પહેલાથીજ પ્રદુષિત છે, જેના કારણે તાજેતરમાંજ પૂરની સ્થિતિ સર્જાઇ હતી.
  • વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતા પાણીજન્ય જીવો માટે પ્લાસ્ટીક જોખમી
  • વિશ્વામિત્રીમાં કચરો ઠાલવનારા સામે એક સમયે તંત્રએ લાલ આંખ દાખવાનો ડ્રામા રચ્યો પણ હજી કોઇ નક્કર કાર્યવાહી થતી નથી.
  • સોમવાર સવારે વડસર બ્રીજ પરની ઘટનાનો વિડિઓ

Chintan shripali. ગત તા. 30 જૂલાઇ 2019નો દિવસ કદાચ વડોદરા ક્યારે નહીં ભૂલી શકે, ભારે વરસાદને કારણે વિશ્વામિત્રી નદી બે કાંઠા વહેતી થઇ હતી. અને નિચાણ વાળા વિસ્તારોમાં ગળાડુબ પાણી ભરાતા લોકો બેધર થઇ ગયા હતા. દરમિયાન નદીમાં વસવાટ કરતા મગરો રસ્તાઓ અને લોકોના ઘરમાં દેખા દેવા લાગ્યા હતા. શહેરના માથે આવેલા સંકટનુ મુખ્ય કારણ પ્રદુષિણ અને કચરાથી ભરપુર થઇ ગયેલી વિશ્વામિત્રી નદી હતી. જોકે આ નદી કોઇ બીજાએ નહીં પણ આપણે જ પ્રદુષિત કરી હતી. જેની કિંમત કેટલાક નિર્દોષોએ ભોગવવી પડી હતી.

સંસ્કારી નગરી તરીકે ઓળખાતું વડોદરા શહેર નામ માત્રનુ સંસ્કારી રહીં ગયું હોય તેવુ લાગી રહ્યું છે. શહેરમાં આવેલા પૂરની સ્થિતિ હજી તો માંડ ભૂલાઇ છે, ત્યારે ફરી એક વખત વિશ્વામિત્રી નદી પ્રદુષિત થતી નજરે પડી રહીં છે. જેમાં શહેરીજનોને તો કોઇ નુકશાન પહોંચતુ નથી, પરંતુ વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતા હજારો મગરો અને માચ્છલીઓના જીવ જોખમાય તેવી પરિસ્થિતિ સર્જાઇ રહીં છે.

વડસર અને કલાલીની વચ્ચેથી પસાર થતી વિશ્વામિત્રી નદી પસાર થાય છે. જ્યાં આજે સવારે કેટલાક શખ્સો ટેમ્પો લઇને બ્રીજ પર પહોંચ્યા હતા. ટેમ્પો આખો એંઠવાડાથી ભરેલો હોવાનુ જાણવા મળે છે. અને એંઠવાળો પ્લાસ્ટીક બેગમાં ભરી વિશ્વામિત્રીમાં ઠાલવવામાં આવી રહ્યો હતો. આ દ્રશ્યો કેમેરામાં કેદ કરનાર વ્યક્તિએ કચરો નદીમાં નહીં ફેંકવા માટે કહ્યું, પરંતુ કચરો ઠાલવી રહેલા લોકો માન્ય નહીં, દરમિયાનમાં બ્રીજ પરથી પસાર થતાં એક બાઇક સવાર પણ તેઓને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે વિશ્વામિત્રીને પ્રદુષિત કરનારાઓ પર તેની કોઇ અસર થઇ ન હતી. અને જોતજોતામાં નદીમાં માત્ર કાળા રંગની પ્લાસ્ટીક બેગમાં તરતી જોવા મળી હતી.

આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિ અટકાવવા માટે વડોદરા મહાનગર સેવાસદન દ્વારા એક તબક્કે દંડની કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ થોડા સમય સુધી ચાલેલો આ ડ્રામા હવે માત્ર કાગળ પર જ જોવા મળી રહ્યો છે. જો તંત્ર દ્વારા આ પ્રકારની પ્રવૃતિ પર અંકુશ લાવવા માટે કડક પગલા નહીં લેવાય તો વડોદરામાં ફરી વખત પૂર આવવાની પુરે પુરી શક્યતાઓ છે.

error: Content is protected !!