Press "Enter" to skip to content

23 હજાર માટે યુવાનની હત્યા કરી લાશ વાઘોડીયા માઇનોર કેનાલ પાસેની ઝાડીમાં ફેંકી દીધી

  • વાઘોડીયા તાલુકાના માડોધર ગામમાં રહેતો 21 વર્ષી વિજય વણકર આંઠ દિવસ પહેલા રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ ગયો હતો.
  • યુવાનની તેના પરિવાર અને પોલીસ દ્વારા શોધખોડ તેની કોઇ ભાડ મળી ન હતી.
  • બુધવારે મોડી સાંજે વાઘોડીયા પાસેની માઇનોર કેનાલ પાસેની ઝાડીઓમાંથી યુવાનની હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો હતો.
  • વાઘોડીયા પોલીસે આ મામલે હત્યારા યુવાનની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી

વડોદરા. વાઘોડીયા તાલુકાના માડોધર ગામમાં રહેતો 21 વર્ષીય યુવાન છેલ્લા આંઠ દિવસથી લાપતા હતો. જોકે યુવાનનો પરિવાર અને સ્થાનિક પોલીસ તેની શોધખોડમાં હતી પરંતુ તેની કોઇ ભાડ મળી ન હતી. તેવામાં બુધવારે સાંજે વાઘોડીયા માડોધર ગામની માઇનોર કેનાલ પાસેની ઝાડીઓમાંથી યુવાનની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. વાઘોડીયા પોલીસે આ મામલે તપાસ કરતા યુવાનની હત્યા કરનારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

બનાવ અંગેની મળતી માહિતી અનુસાર, વાઘોડીયાના માડોધર ગામમાં રહેતો વિજય મણીલાલ વણકર (21) છેલ્લા આંઠ દિવસથી ગુમ થઇ ગયો હતો. જેથી આ મામલે વિજયના પરિવારજનોએ વાઘોડીયા પોલીસને જાણ કરી હતી. પોલીસ પણ યુવાનની શોધખોડમાં લાગી હતી પરંતુ તેની કોઇ ભાડ મળી ન હતી. દરમિયાન બુધવારે મોડી સાંજે ગામ પાસેની માઇનોર કેનાલની ઝાડીઓમાંથી યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ મામલે વાઘોડીયા પોલીસને જાણ થતાં તેઓ તાત્કાલીક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

વિજયના પરિવારને પોલીસે સ્થળ પર બોલાવી તપાસ કરાવાત મૃતદેહ વિજય હોવાનુ પરિવારે સ્વીકાર્યું હતું. વિજયની હત્યા કરાયેલી લાશની તપાસ કરતા તેને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હોવાની પોલીસને જાણવા મળ્યું હતું. જોકે વિજયના હત્યારાને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા હતા. તેવામાં માડોધર ગામમાં રહેતા ફરાસખાનાનો ધંધો કરતા ગૌરવ તાલવિયાએ વિજયને 23 હજાર રૂપિયા ઉછીના આપ્યાં હતા. જોકે વારંવાર રૂપિયા પરત ગવા છતાં વિજયે પરત ન કરતા 11 સપ્ટેમ્બરના રોજ રાત્રે ગૌરવે વિજયને કેનાલ પાસે બોલાવ્યો હતો. અને બન્ને વચ્ચે બોલાચાલી થતાં આવેશમાં આવેલા ગૌરવે વિજયને માથામાં લાકડીનો ફટકો માર્યો હતો. અને બાદમાં કપડા વડે ગળુ દબાવીને હત્યા કરી લાશને ઝાડીમાં ફેંકી ભાગી છુટ્યો હતો. આ મામલે વાઘોડીયા પોલીસે ગૌરવ તાલવિયાની ધરપકડ કરી વધુ પુછતાછ હાથ ધરી છે.

More from CrimeMore posts in Crime »
error: Content is protected !!