Press "Enter" to skip to content

“એટલે માણસ કદી નાં રેસ્ટ લે, જિંદગી તો દર વળાંકે ટેસ્ટ લે” કવિ સતિષ ચૌહાણને કમઅક્કલ મીજાજી કહેવાનું પસંદ કરશે

Last updated on August 16, 2020

કમઅક્કલ આર.ડી.બમૅનની ઘોડાગાડી વાળા સોંગ્સ વિશે વિચારતો હતો.. પછી ગાડીવાળા સોંગ્સ… પછી ઝૂલાવાળા સોંગ્સ ને વગેરે વગેરે ફ્લેવરનાં એવાં એક સરખાં લાગતાં ઘણાં..!!

કવિતામાં મિજાજમાં આવું કલેવર લાવનાર આપણાં ગુજlish કવિ અદમ ટંકારવીને એટલાં માટે ટાંકવાનું મન થાય છે કે આજનો આપણો આ કવિ દેશીકલાકાર જોડે સુપરસ્ટાર બનવાની હેસિયત ધરાવે છે.

એ મુળે નિખાલસ પણ મિતભાષી છે. થોડો વગડાંનો શ્ર્વાસ સમું “માટીની મ્હેક”નામનું કવિસંમેલન અજય ચૌહાણ-પ્રસુન ખાંટ જેવાં મિત્રોએ કાલોલ ખાતે આવેલ સુરેલીમાં યોજાયું.. જેમાંથી મળ્યો ‍આ અદભૂત વિરલો. અદનો શાયર.. કદાચ કમઅક્કલ એને રિવાજી ન કહેતાં મિજાજી કહેવાનું વધુ પસંદ કરશે.

એટલે માણસ કદી નાં રેસ્ટ લે

જિંદગી તો દર વળાંકે ટેસ્ટ લે

બારણાંઓ બંધ હું કરતો હતો

ત્યાં જ આવ્યા આંગણાંમાં ગેસ્ટ લે

હુંય જેને કીંમતી ગણતો હતો

એ સમય આવ્યે બનીગ્યા વેસ્ટ લે

આજ કારેલા બનાવ્યા એમણે

મેં કહ્યુ એથી વધું શું બેસ્ટ લે

કોક ખુણે સેવ એ કરવો પડે

પ્રેમમાં નાં હોય કોપી પેસ્ટ લે

-: સતિષ ચૌહાણ (ગોધરા)

કમઅક્કલને કવિનાં કવિતમાં નવો રંગ ઉમેરાયેલો દેખાય છે જે વિદેશમાં વસતા કવિ કરતાં જુદો છે.

કમઅક્કલ પાસે સમાચાર વહેલા પહોંચી જ જાય અદમ સાહેબ ૧૦.૦૧.૨૦૨૦ થી વડોદરામાં છે. પતંગ ચગાવવાનાં શોખીન છે. કમઅક્કલનાં ધાબે આવશે તો… કમઅક્કલ ‍એમની ચરખી પકડશે…!! બાકી ઉત્તરાયણ નિમિત્તે સાવચેતી સુરક્ષાને ધ્યાન રાખવું ગળે મફલર બાંધીને નિયંત્રિત ગતિએ વાહન હંકારવું ને તલસાંકળ કમઅક્કલ માટે મોકલવાની છૂટ છે..!!

kamakkalisonsunday@gmail.com

More from KamakkalMore posts in Kamakkal »
error: Content is protected !!