Press "Enter" to skip to content

ગુજરાતમાં પહેલીવાર અમેરિકાની જ્યોર્જિયા સાઉથર્ન યુનિ.ના 4 નિષ્ણાંત પ્રોફેસર વડોદરાના 40 શિક્ષકોને ટ્રેનિંગ આપશે

Last updated on January 10, 2020

  • Vadodara ખાતે તા. 19 થી 23 જાન્યુઆરી દરમિયાન STEMનો વર્કશોપ યોજાશે.
  • અમેરિકાનું STEM (સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ એન્ડ મેથ્સ) સેન્ટર વિદ્યાર્થીલક્ષી (સ્ટુડન્ટ ઓરીએન્ટેડ) શિક્ષણ અંગે કાર્યરત છે.
  • આજનું બાળક ભવિષ્યનો નાગરીક છે, તેને સંપૂર્ણ સર્વાંગી શિક્ષણ પુરું પાડીને એક મજબૂત સમાજની સ્થાપના કરવાના ઉદ્દેશ્ય સાથે STEM દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આ વિચારધારાને ઉજવવામાં આવે છે.

વડોદરા. રાજ્યમાં પહેલીવાર અમેરિકાની જ્યોર્જિયા સાઉથર્ન યુનિવર્સિટીના 4 નિષ્ણાંત પ્રોફેસર  વડોદરાની વિવિધ શાળાઓના 40 શિક્ષકોને STEM ટ્રેનિંગ આપનાર છે. આ વર્કશોપ તા. 19 થી 23 જાન્યુઆરી-2020 દરમિયાન શહેરની ઉર્મી સ્કૂલ ખાતે યોજાશે. અત્રે ઉલ્લેખનિય છે કે, “શિક્ષણ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે હોય છે માત્ર ભણતર માટે નહીં” મહાત્મા ગાંધીની આ વિચારધારાને ધ્યાનમાં રાખી શિક્ષકોને STEM ટ્રેનિંગ અપાશે.

STEMCOE (STEM CENTRE OF EXCELELNCE) અમેરિકાના એટલાન્ટા ખાતે કાર્યરત છે.  જે STEM (સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ એન્ડ મેથ્સ)ના શિક્ષણ માટેની વિદ્યાર્થીલક્ષી પદ્ધતિથી કાર્ય કરે છે. અભ્યાસ (એજ્યુકેશન)નો ધ્યેય બાળકના છુપા ગુણોને બહાર લાવવાનું અને બાળકને જીવનમાં દિશા આપવાનું કાર્ય કરે છે. STEM મેથોડોલોજી અંતર્ગત મોડ્યુલ્સ, ટ્રેનિંગ, સેમિનાર વગેરે તૈયાર કરવામાં STEMCOE સેન્ટર વિશ્વભરમાં અગ્રણી સ્થાન ધરાવે છે. તેમજ વિશ્વની અગ્રણી STEM ઇન્સ્ટિટ્યૂટ અને સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીઝ સાથે પાર્ટનરશિપ ધરાવે છે.

હાલ આપણાં દેશમાં શિક્ષકલક્ષી અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે જ્યારે વિશ્વભરમાં વિદ્યાર્થીલક્ષી અભ્યાસ પર ભાર મુકવામાં આવી રહ્યો છે. ભારતમાં વિદ્યાર્થીલક્ષી અભ્યાસક્રમ લાગુ કરવાની તાતી જરૂરીયાત છે. બાળકના સર્વાંગી શિક્ષણના પાયા પર સ્થપાયેલી STEMCOE સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ જેવા વિષયો પ્રત્યે બાળકોની રસરૂચિ વધારવાની દીશામાં કાર્યરત છે.

ગુજરાતભર પસંદગી પામેલા શિક્ષકોને STEM અમેરિકામાં વધુ ટ્રેનિંગ આપશે.

વડોદરા બાદ રાજ્યભરમાં STEMના વર્કશોપ યોજવામાં આવશે. જેમાં રાજ્યભરની વિવિધ સ્કૂલોના શિક્ષકો ભાગ લઈ શકશે. બાદમાં પસંદ કરવામાં આવેલા ગુજરાતના શિક્ષકોને વધુ ટ્રેનિંગ માટે અમેરિકા લઈ જવામાં આવશે. STEM ટ્રેનિંગ અંગે વધુ વિગતો સુષ્મા વીજ (9910197929) પાસેથી મળી શકે છે.

મહાત્મા ગાંધીજીએ હંમેશા શિક્ષણને બાળકના સર્વાંગી વિકાસ તરીકે જોયો છે માત્ર ભણતર પુરતો નહીં. તેમણે હંમેશા બાળકના સંપૂર્ણ વિકાસ પર જ ભાર મૂક્યો છે, માત્ર તેના મગજના વિકાસ પર નહીં. હાલમાં ભારતમાં મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ ઉજવાઈ રહી છે ત્યારે મહાત્મા ગાંધીની આ વિચારધારાને પણ ઉજવવી જોઈએ.

આજનું બાળક ભવિષ્યનો નાગરીક છે, તેને સંપૂર્ણ સર્વાંગી શિક્ષણ પુરું પાડીને એક મજબૂત સમાજની સ્થાપના કરવાના ઉદ્દેશ્ય સાથે STEM દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આ વિચારધારાને ઉજવવામાં આવે છે.

તા. 19 થી 23 જાન્યુઆરી 2020 દરમિયાન ઉર્મી સ્કૂલ ખાતે STEM ટ્રેનિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. વર્કશોપમાં શહેરની વિવિધ શાળાના 40 જેટલાં શિક્ષકો ભાગ લેશે. તેઓને STEMના સીઈઓ સહિત જ્યોર્જિયા સાઉથર્ન યુનિ.ના 4 નિષ્ણાંત પ્રોફેસર STEM અંગેની ટ્રેનિંગ આપશે. રાજ્યમાં પહેલીવાર અમેરિકાની સંસ્થા દ્વારા આ પ્રકારનો ટ્રેનિંગ વર્કશોપ વડોદરા ખાતે યોજવામાં આવી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, હાલ સંસ્થા દ્વારા સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સને ધ્યાનમાં રાખીને કાર્ય કરે છે પરંતુ નજીકના ભવિષ્યમાં તેઓ A (આર્ટ્સ)નો પણ આ ટ્રેનિંગમાં ઉમેરો કરનાર છે.

More from BusinessMore posts in Business »
More from EducationMore posts in Education »
error: Content is protected !!