Press "Enter" to skip to content

ચેપી ચાઈનિઝ વાઈરસની ચિંતાઃ છેલ્લાં કેટલાંક દિવસોમાં ચીન પ્રવાસે ગયેલાં વડોદરાવાસીઓએ મેડિકલ સ્કેનિંગ કરાવવા સૂચના

  • ચીનના વુહાન શહેરની મુલાકાત લેનારે ખાસ તકેદારી રાખવી જરૂરી..
  • નોવેલ કોરોના વાઈરસ સ્વાઈન ફ્લૂ જેવો જ હાહાકાર મચાવવા સક્ષમ છે.
  • જો વ્યક્તિને તાવ આવે, અત્યંત ખાંસી આવે કે ન્યૂમોનિયાની અસરના લક્ષણો દેખાય તો તાત્કાલિક મેડિકલ સ્કેનિંગ કરાવવું જરૂરી.
  • ખાનગી હોસ્પિટલોને પણ જરૂરી તકેદારી રાખવા મહાનગર સેવાસદનની સૂચના.

વડોદરા. છેલ્લાં કેટલાંક દિવસોથી ચીનમાં નોવેલ કોરોના વાઈરસ હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે તાજેતરમાં જ ચીનનો પ્રવાસ ખેડનારા વડોદરાવાસીઓ તકેદારીના ભાગ રૂપે મેડિકલ સ્કેનિંગ કરાવે તેવી સૂચના આપતો સરક્યુલર મહાનગર સેવાસદન દ્વારા જાહેર કરાયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ખાનગી હોસ્પિટલોને પણ જરૂરી તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.

વર્ષ 2009માં સ્વાઈન ફ્લૂને કારણે દેશભરમાં હાહાકાર મચ્યો હત. નોવેલ કોરોના વાઈરસ પણ સ્વાઈન ફ્લૂ જેવો જ ચેપી છે. આ ચેપી વાઈરસ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. ચીનના વુહાન શહેરમાં છેલ્લાં કેટલાંક દિવસોથઈ નોવેલ કોરોના વાઈરસે અનેક લોકોને સકંજામાં લીધા છે. અત્યાર સુધીમાં ચીનમાં નોવેલ કોરોના વાઈરસ 41 પોઝિટીવ કેસ નોંધાઈ ચૂક્યા છે. જે પૈકી એક દર્દીનું મોત પણ નિપજ્યું છે.

તાજેતરમાં ચીન ફરવા ગયેલા થાઈલેન્ડના પ્રવાસીઓ થકી નોવેલ કોરોના વાઈરસે થાઈલેન્ડમાં પણ પગપેસારો કર્યો છે. આ સંજોગોમાં વેપાર – ધંધાર્થે ચીનનો પ્રવાસ ખેડતાં વડોદરાવાસીઓ દ્વારા આ વાઈરસ વડોદરા સહિત ગુજરાતમાં ના પ્રવેશ કરે તે માટે ગઈકાલે સયાજી હોસ્પિટલ ખાતે એક મિટીંગ મળી હતી. બાદમાં સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો માટે એક સરક્યુલર જાહેર કરવામાં આવ્યો હતો.

સરક્યુલર અનુસાર, ચાલુ મહિનાઓમાં જો કોઈ શહેરીજને ચીનના વુહાન શહેરની મુલાકાત લીધઈ હોય તો તેનું સ્કેનિંગ કરાવવું અનિવાર્ય છે. જો વ્યક્તિને તાવ આવે, અત્યંત ખાંસી આવે કે ન્યૂમોનિયા જેવી અસરના લક્ષણો દેખાય તો તાત્કાલિક તેનું મેડિકલ સ્કેનિંગ કરાવવું હિતાવહ છે. ખાનગી હોસ્પિટલોએ પણ જરૂરી તકેદારી લેવા સૂચના આપવામાં આવી છે.

More from LiveMore posts in Live »
error: Content is protected !!