Press "Enter" to skip to content

ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાત પધારે એ પહેલાં વડોદરાની ભાખરવડી અને લીલો ચેવડો અમેરિકા પહોંચી ગયાં

  • અમેરિકાના ન્યૂ જર્સી ખાતે વડોદરાના જૂનાં અને જાણીતા જગદીશ ફરસાણનું પહેલું ઇન્ટરનેશનલ આઉટલેટ ખુલ્યું.
  • એડિશનમાં વસતાં ઇન્ડિયન્સ ભારતીય ટેસ્ટનો આનંદ માણી શકશે.
  • સેવ ઉસળના રસિયાઓને અમેરિકામાં પણ સબડકાં બોલાવવાનો આનંદ મળી રહેશે.

વડોદરા. શહેરનાં જૂનાં અને જાણીતા જગદીશ ફરસાણના પહેલાં ઇન્ટરનેશનલ આઉટ લેટનો અમેરિકાના ન્યૂ જર્સી ખાતે પ્રારંભ થયો છે. એટલે એમ કહી શકાય કે, ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાત પધારે એ પહેલાં વડોદરાની ભાખરવડી અને લીલો ચેવડો અમેરિકા પહોંચી ગયા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ભારતીયોની સૌથી વધુ વસ્તી ધરાવતાં એડિશનની નજીક જ આ આઉટલેટનો પ્રારંભ કરાયો છે. જેથી એડિશનમાં વસતાં ઇન્ડિયન્સ ભારતીય ફરસાણના રિયલ ટેસ્ટનો આનંદ માણી શકશે.

વર્ષ 1939માં શ્રી રાજા રતનલાલ કેશવલાલ કંદોઈએ વડોદરામાં જગદીશ ફરસાણનો પ્રારંભ કર્યો હતો. તેમણે શહેર મધ્યે આવેલાં નાના મકાનમાંથી મીઠાઈ અને ફરસાણનો વેપાર શરૂ કર્યો હતો. આજે આઠ દાયકામાં જગદીશ ફરસાણ અને ખાસ કરીને તેની ભાખરવડી અને લીલો ચેવડો આખા દેશમાં ખ્યાતિ પામી ચૂક્યો છે.

જગદીશ ફરસાણના ડિરેક્ટર આકાશ કંદોઈએ જણાવ્યું કે, ભારતીયો દ્વારા ખાસ તો અમેરિકામાં વસતાં વડોદરાવાસીઓ તરફથી એવી માંગ કરવામાં આવતી હતી કે, અમેરિકામાં ક્વોલિટી ફરસાણ અને મીઠાઈઓ મળી રહે. અને તેમાંથી જ જગદીશ ફરસાણના પહેલાં ઇન્ટરનેશનલ આઉટલેટનો પાયો નખાયો. અમે ખાસ તો ભારતીયો તેમજ અમેરિકન્સને ધ્યાનમાં રાખી ટેસ્ટ અને ક્વોલિટી ધરાવતાં ખાદ્ય પદાર્થો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

તેમણે ઉમેર્યું કે, 684 Oaktree Ave, South Plainfield, NJ ખાતેના અમારા ઇન્ટરનેશનલ આઉટ લેટમાં વડોદરાનું પ્રખ્યાત સેવ ઉસલ, ભજીયા અને અન્ય વડોદરાવાસીઓને પ્રિય ચીજવસ્તુઓ બનાવીએ છીએ. આ ઉપરાંત, ભારતીયોને પ્રિય સમોસા, અમેરિકન્સ પણ કોફી સાથે સમોસા ખાવાનું પસંદ કરતાં હોય છે.

એકંદરે, અભ્યાસઅર્થે કે વેપારઅર્થે અમેરિકા ગયેલાં કે જનાર વડોદરાવાસીઓ સહિત ભારતીયોને ત્યાં દેશી ટેસ્ટની યાદ નહીં આવે. તેઓ જાતે જ એ વાનગીઓનો ટેસ્ટ માણી શકશે.

More from BusinessMore posts in Business »

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!