Press "Enter" to skip to content

CAT પરિણામમાં ફરીવાર T.I.M.E. ઇન્સ્ટિટ્યૂટનો દબદબો!

  • તા. 4 જાન્યુઆરીને શનિવારના રોજ CAT-2019નું પરીણામ જાહેર કરાયું.
  • T.I.M.E. ઇન્સ્ટિટ્યૂટ CAT 2020 પરીક્ષા માટે 15 વિદ્યાર્થીઓની  સ્પેશિયલ બેચની એડમીશન પ્રક્રિયા શરૂ
  • સ્પેશિયલ બેચ આગામી 16 જાન્યુઆરી-2020થી થશે.
  • રજીસ્ટ્રેશન માટેની છેલ્લી તારીખ 10 જાન્યુઆરી – 2020 છે.

વડોદરા. તા. 4 જાન્યુઆરી 2020ને શનિવારના રોજ જાહેર થયેલા કોમન એડમિશન ટેસ્ટ (CAT)નાં પરિણામમાં વધુ એક વાર T.I.M.E. ઇન્સ્ટિટ્યૂટનો દબદબો જોવા મળ્યો હતો.

T.I.M.E. ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર પ્રતિક રાયે જણાવ્યું હતું કે, કેટનું પરિણામ જાહેર થવા સાથે T.I.M.E. ઇન્સ્ટિટ્યૂટની સિદ્ધિઓમાં એક વધારાનું છોગું ઉમેરાયું છે. ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરવા પાછળ ઇન્સ્ટિટ્યૂટના ખંતપૂર્વક મહેનત કરતાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓનું સતત માર્ગદર્શન કરતાં ટ્રેનર્સનો સિંહફાળો છે.

તેમણે ઉમેર્યું કે, 2019નું કેટનું પરિણામ એક રીતે મેથેમેટીકલ માસ્ટરપીસથી ઓછું નથી – 99.97, 99.95, 99.94, 99.92, 99.92, 99.89, 99.87, 99.85, 99.82, 99.73, 99.56, 99.54, 99.45, 99.37, 99.31, 99.19, 99.14, 99.06, અને વધું. અમારા વિદ્યાર્થીઓની સફળતા એજ અમારા અસ્તિત્વનો મૂળ આધાર છે અને રોજે રોજ નવાં શિખરો સર કરવા અમને પ્રોત્સાહીત કરી પ્રેરણા આપે છે.

પ્રતિક રાયે જણાવ્યું કે, ઇન્સ્ટિટ્યૂટમાં પ્રારંભથી જ ઉત્કૃષ્ટ પરિણામોએ ભારતભરની બી-સ્કૂલોમાંથી આવતાં વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ પૂરો પાડ્યો છે. સતત શ્રેષ્ઠ દેખાવ કરવાની અમારી ભૂખ ક્યારેક સંતોષાય તેવી નથી. તેથી જે વિદ્યાર્થીઓ CAT-2020 માટે સજ્જ થઈ રહ્યા છે તેઓ અમારી ઇન્સ્ટિટ્યૂટમાં જોડાઈ શકે છે. જો તે વિદ્યાર્થી CAT-2019ની પરીક્ષામાં પાસ ના થઈ શક્યો તો એને રિપીટર તરીકે અભ્યાસ કરાવવાની ગેરેન્ટી અમે નથી આપતાં, પરંતુ અમે જરૂરથી વચન આપીએ છીએ કે જો કોઈ વિદ્યાર્થી CAT-2020ની પરીક્ષામાં નાપાસ કે 90 પર્સેન્ટાઈલ કરતાં ઓછા માર્ક્સ આવશે તો અમે તેને પૂરેપૂરું રીફંડ આપીશું.

તેમણે ઉમેર્યું કે, હાલ CAT 2020 પરીક્ષા માટે 15 વિદ્યાર્થીઓની  સ્પેશિયલ બેચની એડમીશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અને આ સ્પેશિયલ બેચ આગામી 16 જાન્યુઆરી-2020થી થશે. રજીસ્ટ્રેશન માટેની છેલ્લી તારીખ 10 જાન્યુઆરી – 2020 છે.

રાયે વિદ્યાર્થીઓ જોગ વિશ્વાસપૂર્વક જણાવ્યું કે, CAT 2020ની પરીક્ષામાં ટોપ 15માં આવવા માટે તમને કેટલો સમય લાગ્યો? એ અનુભવ્યા વગર જ T.I.M.E. ઇન્સ્ટિટ્યૂટમાં CATની તૈયારી શરૂ કરી દો.

More from BusinessMore posts in Business »
error: Content is protected !!