Press "Enter" to skip to content

વર્લ્ડ કેન્સર ડેઃ કેન્સર થયા બાદ પણ જીવન શક્ય છે અને કેન્સર સાથેની લડત લડ્યા પછી પણ જીવન ખરેખર જીવવા જેવું છે

  • સ્ટર્લિંગ હૉસ્પિટલ,  ભાયલી ખાતે કેન્સર ફાઈટર્સ અને કેન્સર વિનર દર્દીઓ સાથે સંવાદ કાર્યક્રમ-“I AM and I will” યોજાયો.

વડોદરા. વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે તા.4 ફેબ્રુઆરી 2020ના રોજ સ્ટર્લિંગ કેન્સર હૉસ્પિટલ્સ, ભાયલી  ખાતે એક વિશેષ સંવાદ કાર્યક્રમ “I AM and I will”  યોજયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય આશય કેન્સર રોગ થાય તો પણ જીવન સર્વાધિક મહત્વપૂર્ણ છે, જેને કેન્સર સામે યોગ્ય લડત આપી જીતી શકાય છે, તે અંગેની જાણકારી જનસમુદાય સુધી પહોંચાડવાનો હતો, જેમાં કેન્સરની જટિલ સારવાર બાદ સાજા થયેલા કેન્સર વિનર્સ અને કેન્સર સામે લડત આપી રહેલા કેન્સર ફાઈટર્સ તથા આ દર્દીઓની સારવાર કરનાર ડૉક્ટર્સ ટીમે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત દર્દીઓ અને કેન્સર વિજેતાઓએ પોતાના અનુભવો પ્રસ્તુત કર્યા હતા. કેન્સરની સારવાર દરમિયાન જીવનમાં આવેલા પરિવર્તનો, તેનો સામનો કરવા કરેલા પ્રયાસો, દ્રઢ મનોબળ, પારિવારિક અને સામાજિક જીવન, પરિજનોનો સહકાર, ડૉક્ટર્સ અને હૉસ્પિટલની મહત્વતા, કેન્સર બાદનું જીવન જેવા અનેક વિષયો પર પ્રશ્ર્નોત્તરી તથા પોતાની વાતો અને મહત્વપૂર્ણ તથ્યો પ્રસ્તુત કર્યા હતા. ઉપસ્થિત કેન્સર વિજેતાઓએ જણાવ્યુ હતુ કે, કેન્સર થયા બાદ પણ જીવન શક્ય છે અને કેન્સર સાથેની લડત લડ્યા પછી પણ જીવન ખરેખર જીવવા જેવું છે.

 

કાર્યક્રમમાં ઉપસ્થિત સ્ટર્લિંગ કેન્સર હૉસ્પિટલની નિષ્ણાત ડૉક્ટર્સ ટીમે પણ વિશેષ માહિતીસભર વક્તવ્યો આપ્યા હતાં. જેમાં, સિનિઅર મેડિકલ એન્ડ હિમેટો ઓન્કોલજીસ્ટ ડૉ. નીરજ ભટ્ટે જણાવ્યું હતું કે, સામાન્ય જનસમુહમાં કેન્સર શબ્દનો ભય હજી પણ ખૂબ જ વ્યાપક છે. કેન્સર શબ્દ ખૂબ વ્યાપક નિરાશા, ભય અને માનસિક આઘાત આપે છે. અમે માનીએ છીએ કે, આધુનિક સારવારના વિકલ્પોને કારણે બચાવનું પ્રમાણ વધ્યું છે, વધુને વધુ દર્દીઓ આ રોગ સામે જીતીને લાંબુ અને ગુણવત્તાપૂર્ણ જીવન જીવે છે.

સિનિઅર કેન્સર સર્જન ડૉ. જતીન દેસાઈના જણાવ્યા અનુસાર ભારતમાં કેન્સરનું એવું વાતાવરણ ઉભુ થયું છે કે કેન્સરના નિદાન અને સારવારને કારણે દર્દી ખૂબ ભાવનાત્મક અસમંજસ અને આર્થિક પડકાર અનુભવવા લાગે છે. પરિણામે તેઓ માની શકતા નથી કે કેન્સર થયા પછી પણ જીવનમા હકારાત્મકતા હોઈ શકે છે. સવિશેષ ત્યારે, જ્યારે દર્દી આ રોગ સામે ઝઝૂમતો હોય અને બધી બાજુથી મદદની આશા ઝંખતો હોય. સ્ટર્લિંગ હૉસ્પિટલ દ્વારા આ દિશામાં અનેક મદદરૂપ પગલાઓ લેવામાં આવ્યા છે. માનસિક, ભાવનાત્મક અને લાગણીસભર પ્રયાસો જરૂરી છે જેથી દર્દી સામાજિક પરિપ્રેક્ષ્યમાં પોતાને એકલો અટુલો ન સમજે.

સ્ટર્લિંગ કેન્સર હૉસ્પિટલ, વડોદરાના સિનિઅર રેડિએશન ઓન્કોલૉજીસ્ટ ડૉ. આશીષ કુમારે જણાવ્યું    હતુ કે, કેન્સરની સારવારના અલગ પડકારો છે, જેવાકે આર્થિક ભારણ, વધારે સંશોધનની જરૂર, લોકજાગૃતિનો અભાવ વિગેરે. પરંતુ આ તમામ જાણવા છતાં, હવે કેન્સરના દર્દીઓ અને કેન્સર વિજેતાઓ તેની સામે લડત આપીને ગુણવત્તાપૂર્ણ જીવનને આનંદ સાથે જીવવાનું શીખી રહ્યાં છે.

સ્ટર્લિંગ હૉસ્પિટલ, વડોદરાના ઝોનલ ડિરેક્ટર અનિલકુમાર નાંબિયારે જણાવ્યુ હતુ કે, કેન્સરની સમસ્યાઓ આપણાં સ્વસ્થ સમાજ માટે એક મોટો પડકાર છે, જેના માટે આધુનિક સારવાર, નિષ્ણાત ડૉક્ટર્સની ટીમ અને એક જ સ્થળે કેન્સરની તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોય તેવું સ્થળ જરૂરી છે. સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, વડોદરા આ તમામ સારવાર-સુવિધાઓ આપવા સજ્જ છે. કેન્સર સામેની આ લડતમાં કેન્સર વિશેની સામાજિક લોકજાગૃતિ ખૂબ મોટું પરિવર્તન લાવી શકે છે, જેના માટે અમે આવા વિશેષ કાર્યક્રમોનું આયોજન સમગ્ર વર્ષ દરમિયાન પણ કરીએ છીએ.

More from Featured StoryMore posts in Featured Story »
error: Content is protected !!