Press "Enter" to skip to content

વડોદરાની ‘સંતુષ્ટિ’ હવે દેશ – વિદેશના થિક શેઈક રસિયાઓને ટાઢક આપશે – સુનિલભાઈ ચેલાણી

  • ગુજરાતના ચાર મહાનગરો સહિતના અનેક શહેરોમાં ‘સંતુષ્ટિ’ના 30 આઉટલેટ્સ પર લોકો થિક શેઈકનો આનંદ માણી રહ્યાં છે.
  • વડોદરામાં વર્ષ 2015માં ‘સંતુષ્ટિ’ની ફેક્ટરી સ્થાપવામાં આવી હતી.
  • ટાર્ગેટઃ વર્ષ 2025માં દેશ – વિદેશમાં 500થી વધુ આઉટલેટ્સ સાથે સંતુષ્ટિને ગ્લોબલ બ્રાન્ડ બનાવવી.
  • દરેક શેઈકમાં કોઈપણ જાતના કલર કે આર્ટિફિશિયલ ફ્લેવરનો જરાય ઉપયોગ નથી થતો.
  • તમામ ફ્રેન્ચાઈઝીમાં કામ કરતાં લોકોને ખાસ ટ્રેનિંગ પૂરી પાડવામાં આવે છે.
  • પરફેક્ટ સ્વાદ અને માપના શેઈક્સ બનાવવા માટે ખર્ચાળ ડિસ્પેન્સરનો ઉપયોગ કરાય છે.
  • ઇટાલીની 150 વર્ષ જૂની કંપની ચેરી ઇટાલી સાથે સંકલન કરી ગ્રીક યોગર્ટ લોન્ચ કર્યું.
  • મુંબઈમાં ચાર આઉટલેટ ખુલ્યા છે, આગામી દિવસોમાં દિલ્હી, નાગપુર, ચંદીગઢ જેવાં 50 શહેરોમાં 75 આઉટલેટ ખોલાશે.
  • દુબઈ, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, મલેશિયા, સિંગાપુર, સાઉથ આફ્રિકામાં આઉટલેટ ખોલવામાં આવશે.

વડોદરા. થિક શેઈકના જનક એવાં યુરોપમાં જઈ આઇસ્ક્રિમના ઉપયોગ વિના સાચા અર્થમાં થિક શેઈક બનાવવાની માહિતી અને મશીનરી વડોદરા લાવી ‘સંતુષ્ટિ’ની સ્થાપના કરનાર સુનિલભાઈ ચેલાણીએ ગુજરાતની ચાહત પ્રાપ્ત કરી છે. અને હવે તેઓ ગુજરાતના સીમાડા ઓળંગીને દેશમાં જ નહીં વિદેશમાં ‘સંતુષ્ટિ’ના આઉટલેટ શરૂ કરવાની દિશામાં ડગ માંડી ચૂક્યા છે. મુંબઈમાં 4 આઉટલેટ ધમધમી રહ્યા છે તો ટૂંક સમયમાં દૂબઈમાં 2 આઉટલેટ શરૂ થશે. ‘સંતુષ્ટિ’ની સફર જાણીએ સુનિલભાઈ ચેલાણી પાસેથી જ…

નાનપણથી જ આઈસ્ક્રિમ અને જ્યુસ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાઈ ગયેલા સુનિલભાઈએ 2009માં રાજકોટમાં ‘સંતુષ્ટિ’નો પહેલો આઉટલેટ શરૂ કર્યો હતો. એના વિશે સુનિલભાઈ ચેલાણીએ અવર વડોદરાને જણાવ્યું કે,મને દ્રઢપણે માનવું હતું કે, સાચો થિક શેઈક ક્યારેય આઈસ્ક્રિમને મિક્ષ્ચરમાં લીક્વિડ બનાવીને ન બનાવાય, પરંતુ તેના માટે ખાસ ટેક્નોલોજીનો ઉપયોગ થાય. એ ટેક્નોલોજી શોધવા માટે મેં દેશ – વિદેશમાં ફરીને જ્ઞાન – ટેક્નોલોજી પ્રાપ્ત કરી. આઈસ્ક્રિમ અને શેઈકના સ્વર્ગ કે જનક કહેવાતાં યુરોપમાં મને શેઈક બનાવવાની ટેક્નોલીજીની માહિતી મળી. અને યુરોપનાં અનુભવને આધારે મશીનરી બનાવડાવી અને રાજકોટમાં પહેલો આઉટલેટ શરૂ કર્યો.

તેમણે ઉમેર્યું કે, રાજકોટવાસીઓએ ‘સંતુષ્ટિ’નાં સ્વાદ અને ગુણવત્તાને વધાવી લીધી, અને તેના કારણે જ ‘સંતુષ્ટિ’નો વિસ્તાર કરવાનું પીઢબળ મળ્યું. એટલે વર્ષ 2011માં રાજકોટનો આઉટલેટ પરિવારની એક નિઃસહાય મહિલાને આર્થિક સદ્ધરતા માટે સોંપી અને વડોદરા ખાતે આઉટલેટનો પ્રારંભ કર્યો. વડોદરાને મુખ્ય મથક બનાવવી ‘સંતુષ્ટિ’ના વિવિધ આઉટલેટ અમદાવાદ, સુરતમાં પણ શરૂ કરાયાં. રાજ્યભરમાં 30 જેટલાં સ્ટોર્સ પર આજે રોજ અનેક ગ્રાહકો ‘સંતુષ્ટિ’ અનુભવે છે. વર્ષ 2015માં વડોદરામાં ‘સંતુષ્ટિ’ની ફેક્ટરી સ્થાપવામાં આવી હતી.

સુનિલભાઈએ વધુમાં જણાવ્યું કે, ‘સંતુષ્ટિ’ની તમામ ફ્રેન્ચાઈઝીના કર્મચારીઓને વિશેષ ટ્રેનિંગ આપવામાં આવે છે. તેમજ પરફેક્ટ સ્વાદ અને માપના શેઈક્સ બને તે માટે ખૂબ જ ખર્ચાળ ડિસ્પેન્સરનો ઉપયોગ કરાય છે. શેઈક બનાવવામાં ઉપયોગમાં લેવાતી ફ્રૂટ્સ સહિતની તમામ સામગ્રી ઉચ્ચ ગુણવત્તાની લેવાય છે. અમારા શેઈકમાં કોઈપણ જાતના કલર કે આર્ટિફિશિયલ ફ્લેવરનો જરા પણ ઉપયોગ કરવામાં આવતો નથી. અમે ઇટાલીની 150 વર્ષ જૂની કંપની ચેરી ઇટાલી સાથે સંકલન કરી ગ્રીક યોગર્ટ લોન્ચ કર્યું છે.

તેમણે હર્ષભેર ઉમેર્યું કે, ગુજરાતમાં મળેલી લોકપ્રિયતાને હવે ગુજરાત બહાર જ નહીં… દેશની બહાર પણ વિસ્તારમાં આવનાર છે. મુંબઈમાં 4 આઉટલેટ શરૂ કરી દેવામાં આવ્યા છે. અને આગામી દોઢેક વર્ષમાં દિલ્હી, નાગપુર, ચંદીગઢ જેવા 50 શહેરોમાં કુલ 75 આઉટલેટ્સ ધમધમતાં થઈ જશે. આ ઉપરાંત, ટૂંક સમયમાં દુબઈ ખાતે 2 આઉટલેટ્સનો પ્રારંભ થશે. આ ઉપરાંત, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, મલેશિયા, સિંગાપુર, સાઉથ આફ્રિકામાં પણ ‘સંતુષ્ટિ’ના આઉટલેટ્સ શરૂ કરવાની યોજના હાથ ધરાઈ છે. ટૂંક સમયમાં ‘સંતુષ્ટિ’ દેશ – વિદેશના થિક શેઈક રસિયાઓને ટાઢક પૂરી પાડશે એ નક્કી વાત છે. આ ઉપરાંત, વડોદરામાં એક વિશાળ ફેક્ટરી યુનિટ સ્થાપવામાં આવનાર છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, ભાવેશભાઈ ચેલાણી સી.એ.ની જોબ છોડીને મોટાભાઈની સાથે સંતુષ્ટિમાં જોડાયા છે. અને હાલ બંને ભાઈઓએ વર્ષ 2025માં દેશ – વિદેશમાં 500થી વધુ આઉટલેટ્સ સાથે સંતુષ્ટિને ગ્લોબલ બ્રાન્ડ બનાવવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે.

More from BusinessMore posts in Business »
More from Featured StoryMore posts in Featured Story »
error: Content is protected !!