Press "Enter" to skip to content

વડોદરાના માર્કેટ ચાર રસ્તા ખાતે પાકિસ્તાની PM ઇમરાન ખાનનું પૂતળું બાળી પાકિસ્તાનમાં ગૂરૂદ્વારા પર થયેલા હુમલા સામે રોષ વ્યક્ત કરાયો

  • પાકિસ્તાન મુર્દાબાદ ના નારા લગાવી પૂતળાને આગ ચાંપવામાં આવી

વડોદરા. પાકિસ્તાનના શીખ સપ્રદાયના ગુરુદ્વારા પર થયેલા હુમલાનો વિરોધ દેશભરમાં થઈ રહ્યો છે ત્યારે આજરોજ વડોદરા ખાતે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા ખાતે પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાન ખાનનું પુતળું બાળીને રોષ વ્યક્ત કરાયો હતો.

શિવસેનાના પ્રવક્તા તેજસ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં નાનકાના સાહેબ શીખ ગુરુદ્વારા પર ટોળા દ્વારા હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો. ગુરુદ્વારા પર થયેલા હુમલાને ભારતભરમાં વખોડવામાં આવી રહ્યો છે અને દેશભરમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈ કમિશન બહાર વિરોધ પ્રદર્શન કરાયા હતાં. દિલ્હી સહિત પંજાબ, હરીયાણા સહિતના રાજ્યોમાં પાકિસ્તાન વિરોધી વિરોધ પ્રદર્શનો યોજવામાં આવી રહ્યા છે.

તેજસે ઉમેર્યું કે, પાકિસ્તાનમાં ગુરુદ્વારા પર થયેલાં હુમલાને વખોડી કાઢવા માટે આજે શિવસેના દ્વારા ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનનું પૂતળું બાળવામાં આવ્યું હતું. પૂતળું બાળતાં પહેલાં પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાડવામાં આવ્યા હતાં અને પૂતળાંને ચપ્પનો હાર પહેરાવવામાં આવ્યો હતો.

More from LiveMore posts in Live »
error: Content is protected !!