Press "Enter" to skip to content

લક્ઝુરીયસ શોખ પુરા કરવા માટે જિમ સંચાલક કૈલાશ જાધવે ડોક્ટરને રૂ. 3 કરોડનો ચુનો લગાડ્યો

  • ઘંઘાની શોધમાં કૈલાશ જાધવે ડો. દિવ્યાંગ શાહ સાથે મિત્રતા કેળવી 2015 માં રોકાણ કરાવી જિમ શરૂ કર્યું
  • ઠગ કૈલાશ પોતાની લાખો-કરોડોની ડિલ ફાઇનલ થશે એટલે પૈસા ચુકવી દઇશ તેવા વાયદા આપતો રહેતો હતો
  • ડોક્ટરને રોકાણમાંથી પૈસા આપવાની જગ્યાએ ગોળ ગોળ ફેરવી એકાઉન્ટન્ટ સાથે મળીને પૈસા જાણ બહાર ઉપાડ્યા
  • જાન્યુઆરી-20 માં ફરિયાદ કરાતા રૂ. 3 કરોડના પોસ્ટ ડેટેડ ચેક આપ્યા બાદ કૈલાશે ઇમેલ મારફતે ઘમકી આપી હોવાની વાત કહી મામલો રફેદફે કરવાનો પ્રયાસ કર્યો હતો.
  • કૈલાશ જાધવ અગાઉ સોલવંટ કાૈભાંડમાં 18 દિવસ જેલવાસ ભોગવી ચુક્યો છે.
  • ઠગ કૈલાસ ડોક્ટરના પૈસા ચુકવવાની જગ્યાએ ઉંચી બ્રીડના કુતરા પાળવા તથા મોંઘી બાઇક ફેરવવાના શોખ પાછળ પૈસા ખર્ચ કરતો હતો
  • એકાઉન્ટ બુકનું ક્રોસ વેરીફીકેશન કરાવ્યા બાદ કરોડો રૂપિયાના કાૈભાંડ પરથી પરદો ખુલ્યો હતો.

વડોદરા. એલાઇવઝ જિમ સંચાલક કૈલાશ જાધવે શહેરના જાણીતા ડોક્ટર દેવાંગ શાહ સાથે વર્ષ 2015 માં મિત્રતા કેળવીને કાગળ પર આકર્ષક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન બતાવીને લાખો રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. આમ, કરતા કરતા કૈલાશ જાધવે ડોક્ટરને રૂ. 3 કરોડનો ચુનો ચોપડ્યો હતો. પૈસા પરત માંગતા ગોળ ગોળ જવાબથી કંટાળેલા ડોક્ટરે આખરે શહેર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરતા ઠગ કૈલાશ જાધવ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો.

આ મામલે ડો. દેવાંગ શાહે ourvadodaragujarati.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કૈલાશ જાધવ સાથે મારી મુલાકાત વર્ષ 2015 માં જિમમાં થઇ હતી. તે સમયે તે કંઇ કરતો ન હતો. એટલે મારી સાથે તેણે પાર્ટનરશીપમાં કામ શરૂ કરવાની વાત કરી. 8 મહિના સુધી સતત ફોલોઅલ લીધા બાદ મે સાથે કામ કરવા હા પાડી હતી. કંપની શરૂ કરવા માટે તેની પાસે ભંડોળ ન હોવાને કરાણે તેણે તેના રૂપિયા પણ મારી પાસે ભરાવડાવ્યા હતા. અને વિદેશથી પૈસા આવે એટલે આપું તેમ જણાવ્યું હતું. ત્યાર બાદથી જ્યારે પણ પૈસા માંગીએ કે મોટી ડિલની વાત ચાલી રહી છે. પૈસા આવે એટલે આપી દઇશ વાતનું રટણ ચાલુ રાખ્યું હતું.

ત્યાર બાદ હું મારા કામમાં વ્યસ્ત રહેતો હતો. પરંતુ કૈલાશ દ્વારા જુના પૈસા આપવાની જગ્યાએ નવા ઇન્વેસ્ટમેન્ટ અને તેના ફાયદાની વાતો જ કરવામાં આવતી હતી. પૈસા ન મળતા કંટાળીને મેં જાન્યુઆરી 2020 માં પૈસા પરત લેવા માટે શહેર ક્રાઇમબ્રાન્ચમાં અરજી કરવામાં આવી હતી. ત્યારે કૈલાશે મને રૂ. 3 કરોડના પોસ્ટ ડેટેડ ચેક આપ્યા હતા. સમયસર પૈસા આપવાની જગ્યાએ કૈલાશે મને ઇમેલ મોકલ્યો હતો અને ઇમેલમાં મેં તેની પત્નીને ઘમકાવીને પોસ્ટ ડેટેડ ચેક લીધા હોય તેવી વાત જણાવી હતી. સમગ્ર બિઝનેસમાં તેની પત્ની સાથે ક્યારે પણ કામ કર્યું નથી.

આખરે એકાઉન્ટ બુકનું ક્રોસ વેરીફીકેશન કર્યા બાદ કૈલાશ જાધવ દ્વારા કરવામાં આવેલી ઠગાઇ ખુલ્લી પડી હતી. કૈલાશે અમારી પાર્ટનરશીપ ડિડ તથા ખોટી સહિના આધારે કેનરા બેંકમાંથી લોનની 2021માં સમાપ્ત થતી મુદતને વધુ 7 વર્ષ સુધી લંબાવડાવી હતી. તેની સાથે કૈલાશે મારી જાણ બહાર એચ.ડી.એફ.સી અને ઇન્ડસઇન્ડ બેંકમાંથી લાખો રૂપિયાનો વ્યવહાર કર્યો હતો. બેંક કર્મીઓ અને સીએ દ્વારા તેના કાૈભાંડમાં સાથ આપવામાં આવ્યો હતો.
તેના બેનામી વ્યવહારોની વાત જ્યારે કૈલાસને કરી તો તેણે મને જીમમાં આવવા માટે ના પાડી હતી. અનેક લોકોને કાગળ પર આકર્ષક દેખાતા પ્લાન અંગે જાણકારી આપીને તેણે છેતરવાના પ્રસાયો કર્યા હતા. મને કોઇએ જણાવ્યું કે, કૈલાશ જાધવ વર્ષ 2006માં સોલવન્ટ કાૈભાંડમાં 18 દિવસ સુધી જેલની હવા ખાઇ ચુક્યો છે.
કૈલાશને લક્ઝુરીયસ બાઇક અને ઉંચી બ્રીડના કુતરાઓ પાળવાનો શોખ હતો. ઉધારીના પૈસા આપવાની જગ્યાએ તેણે તેના શોખ પાછળ લાખો રૂપિયાનો ધુમાડો કર્યો છે.
ક્રાઇમ બ્રાન્ચમાં ઠગ કૈલાશ જાધવ, તેની પત્ની વિનીતા પાટીલ, સી.એ કેતન ભટ્ટ સહિતના લોકો સામે ફરિયાદ કરી વધુ તપાસ હાથ ધરી હતી. ફરિયાદ થતાની સાથે ઠગ કૈલાશ જાધવ ભુગર્ભમાં ઉતરી ગયો હતો. જો કૈલાસ જાધવ મામલે ઝીણવટ ભરી તપાસ કરવામાં આવે તો અનેક બેંક કર્મચારીઓની મિલીભગત ખુલ્લી પડી શકે તેમ છે.

More from LiveMore posts in Live »

Comments are closed.

error: Content is protected !!