Press "Enter" to skip to content

શરૂઆતી લક્ષ્ણો દેખાતા મેં ટેસ્ટ કરાવ્યો અને મારો કોરોના પોઝિટીવ આવ્યો છે – ભારતના ગૃહમંત્રી અમિતશાહએ શું ટ્વીટ કરી

વડોદરા. કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે અનેક મહાઅનુભવો સંક્રમીત થયા છે. ત્યારે ભારતના ગૃહમંત્રી અમિત શાહને કોરોનાના સામાન્ય લક્ષ્ણો જણાતા તેઓ કોવિડ ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટીવ આવ્યો હોવાની ટ્વીટ કરી જાહેર કર્યું છે. જોકે અમિત શાહ સંક્રમિત થયા હોવાની અગાઉ અનેક વાતો ઉઠી હતી. પરંતુ ગૃહમંત્રીને કોરોના પોઝિટીવ આવ્યો હોવાની જાહેરાત ખુદ તેમણે ટ્વીટ કરી જાહેર કરી છે.

ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું છે કે, કોરોનાના શરૂઆતના લક્ષણો દેખાતા મેં ટેસ્ટ કરાવ્યો હતો અને રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. મારી તબીયત સારી છે પરંતુ ડોકટરની સલાહથી હું હોસ્પિટલમાં દાખલ થવા જઇ રહ્યો છું. મારો અનુરોધ છે કે આપમાંથી જે પણ લોકો ગત કેટલાક દિવસથી મારા સંપર્કમાં આવ્યાં છો, કૃપા કરીને પોતાને આઇસોલેટ કરીને પોતાનો ટેસ્ટ કરાવી લો.

અમિત શાહની આ ટ્વીટ થતાની સાથે જ લોકોએ તેના પર પોતાના મંતવ્યો વ્યકત કરવાના શરૂ કરી દીધા હતા. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ગુજરાત ભાજપ નવા પ્રમુખ તરીકે વરણી થયેલા સી.આર.પાટીલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃમંત્રી અમિત શાહની રૂબરૂ મુલાકાત લીધી હતી.

More from Featured StoryMore posts in Featured Story »
More from LiveMore posts in Live »

Comments are closed.

error: Content is protected !!