Press "Enter" to skip to content

ભારતની સૌથી મોટી 20 ફુટ ઊંચી ખુરશી વડોદરાના એક ખેડૂતે બનાવી, જાણો આ ખુરશીની ખાસિયત

  • વડોદરાના ભાયલી લાલગુરૂ ફાર્મમાં રહેતા 57 વર્ષીય અરવિંદભાઇ પટેલને લોકડાઉનનો સદઉપયોગ કર્યો
  • લોકડાઉનમાં ઘેર બેઠા એકા એક વિચાર આવ્યો અને ગુગલ સર્ચ કરતા ખુરશી બનાવી
  • લોકડાઉનમાં 15 દિવસ સુધી બેથી ત્રણ કારીગરો સાથે કામ કરી ખુરશી તૈયાર કરાઇ
  • અત્યાર સુધી વિશ્વની સૌથી ઊંચી 40 ફુટની ખુરશી ઓસ્ટ્રીયાના સેન્ટ ફ્લોરીયનમાં છે.

ચિંતન શ્રીપાલી, વડોદરા. કોરોના સંક્રમણ અટકાવવા માટે સરકારે લોકડાઉન જાહેર કર્યુ હતુ. જેથી લોકો ઘરમાં રહે કોરોના સંક્રમણથી બચી શકે. લોકડાઉનના આ સમયનો સદઉપયોગ કરી શહેરના ભાયલી ગામમાં રહેતા એક ખેડૂતે 15 દિવસમાં 20 ફુટ ઊંચી અને 1500 કિલો વજન ધરાવતી ખુરશી તૈયાર કરી છે. જોકે આ ખુરશી ભારતની સૌથી ઊંચી ખુરશી હોવાનુ અરવિંદભાઇએ જણાવ્યું હતુ.

ભાયલી ગામમાં આવેલા લાલગુરૂ ફાર્મમાં રહેતા અરવિંદભાઇ પટેલએ તૈયાર કરેલી ખુરશી અંગે તેઓએ ourvadodaragujarati.com સાથે વાત કરતા જણાવ્યું કે, લોકડાઉનના સમયમાં ઘેર બેસીને કંટાળો આવતો હતો. જેથી ગુગલ પર સર્ચ કરી અવનવી વસ્તુઓ જોતો હતો, ભારતમાં સરદાર પટેલની પ્રતિમા છે તેવી જ રીતે અમેરિકામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી છે, આવી અનેક ઊંચાઇ ધરાવતી પ્રતિમાઓ, ઇમારોત અને જુદી જુદી વસ્તુઓ બનેલી છે, પરંતુ ઇન્ટરનેટ પર જોતા ખબર પડી કે ભારતમાં 20 ફુટ ઊંચી ખુરશી હજી કોઇએ બનાવી નથી.

વધુમાં તેઓએ જણાવ્યું કે, થોડા સમય પહેલા અમેરિકા ગયો ત્યારે ત્યાં 4થી 5 ફુટની ઊંચી ખુરશીઓ જોઇ હતી, પણ તેના મોટી કોઇ ખુરશી મારા ધ્યાનમાં નતી. એટલે આખરે ઇન્ટરનેટ પર સર્ચ કર્યા બાદ વિચાર આવ્યો અને ઘરમાં થોડુ સ્ટીલ પડ્યુ હતુ બીજુ બહારની લાવી ખુરશી બનાવવાનુ શરૂ કર્યું. શરૂઆતમાં લોકોને જ્યારે ખુરશીનુ કહેતો ત્યારે લોકો 20 ફુટ ઊંચી ખુરશી સાંભળી ચોંકી ઉઠતા, પરંતુ 15 દિવસની મહેનતમાં અને બેથી ત્રણ કારીગરોનો સાથ મળતા 1500 કિલો વજન ધરાવતી ભારતની સૌથી મોટી 20 ઊંચાઇ ધરાવતી 1500 કીલો ગ્રામની સ્ટીલ ખુરશી તૈયાર કરી છે.

અરવિંદભાઇએ જણાવ્યું કે, આ ખુરશી બનાવવા પાછળનો ઉદ્દેશ્ય માત્ર એટલોજ હતો કે, દેશમાં ઘણી મોટી પ્રતિમાઓ અને અજાઇબીઓ છે, પરંતુ ક્યાં પણ 20 ફુટ ઊંચી ખુરશી નથી. જેથી આ ખુરશી બનાવી છે. હાલ આ ખુરશીને કલર કરવાનુ કામ ચાલી રહ્યું છે, આગામી બેથી ત્રણ દિવસમાં કલર કામ પુરૂ થઇ જશે.

More from Featured StoryMore posts in Featured Story »

Comments are closed.

error: Content is protected !!