Press "Enter" to skip to content

BREAKING :- વડોદરાના નવા પોલીસ કમિશનર તરીકે આર.બી બ્રહ્રભટ્ટની નિમણૂંક

  • વડોદરાના જોઇન્ટ પોલીસ કમિશનર કેસરીસિંહ ભાટીની બદલી કરી અમદાવાદ રેન્જ આઇ.જી બનાવ્યાં
  • વડોદરા રેન્જ આઇ.જી અભય ચુડાસમાને ગાંધીનગરના રેન્જ આઇ.જી બનાવ્યાં
  • 1997 બેચના આઇપીએસ અધિકારી છે અનુપમસિંહ ગહલૌત
  • આઇપીએસ અનુપમસિંહ ગહલૌત અગાઉ વડોદરા રેન્જ અને ત્યારબાદ રાજકોટ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી વડોદરા આવ્યાં
  • સુરત શહેરના પોલીસ કમિશનર આર.બી બ્રાહ્મભટ્ટ હવે વડોદરા શહેરના નવા પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળશે
  • આઇ.પી.એસ અનુપમસિંહ ગહલૌતને ગુજરાત ઉર્જા વિકાસ નિગમનો પણ ચાર્જ સોંપવામાં આવ્યો

વડોદરા. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા રિટાર્યડ થતા રાજ્ય સરકારે અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટિયાની ડીજીપી તરીકે નિમણૂંક કરી છે. જોકે આશિષ ભાટિયા ડીજીપી બનતા અમદાવાદ પોલીસ કમિશનર તરીકે સંજય શ્રીવાસ્તવની પસંદગી કરવામાં આવી છે. ત્યારે વડોદરા શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૈતની બદલી અંગે ગત રાતથી જ અટકળો શરૂ થઇ હતી. તેવામાં અનુપમસિંહ ગહલૌતની ઇન્ટેલીજન્સ વિભાગમાં બદલાઇ કરાયાની સાથે ગુજરાત ઊર્જા નિગમનો પણ ચાર્જ સોંપવામાં આવ્યો છે.  સાથે વડોદરાના જોઇન્ટ પોલીસ કમિશનર કેસરીસિંહ ભાટીને અમદાવાદ રેન્જ આઇ.જીની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે વડોદરામાં રેન્જ આઇ.જી તરીકે ફરજ બજાવતા અભય ચુડાસમાને ગાંધીનગર રેન્જ આઇ.જીની જવાબદારી સોંપવામાં આવી છે.

1997 બેચના આઇપીએસ અધિકારી અનુપમસિંહ ગહલૌત અગાઉ વડોદરા રેન્જ અને ત્યારબાજ રાજકોટ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી ચુંક્યાં છે. વડોદરામાં બે વર્ષ કરતા વધુ કાર્યકાળ સંભાળ્યાં બાદ આજે તેમની સરકારના મહત્વના વિભાગ ઇન્ટેલિજન્સ બ્યૂરોમાં બદલી કરવામાં આવી છે. જોકે આ ખાતુ સરકારના વિશ્વાસુ અધિકારીના સીરે હોય છે.  ત્યારે વડોદરાના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતને આ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

More from LiveMore posts in Live »

Comments are closed.

error: Content is protected !!