Press "Enter" to skip to content

વડોદરાની નિશિતા આ વર્ષે 10 હજાર બાળકીઓની રૂ. 1 કરોડ સ્કૂલ ફી ભરશે, 9 વર્ષથી “બેટી બચાવો -બેટી પઢાવો”ની જવાબદારી નિભાવી રહી છે

  • 9 વર્ષથી પહેલા શહેરની ગરીબ અને મધ્યમ વર્ગીય 151 બાળકીઓથી શિક્ષણની સહાય શરૂ કરી હતી.
  • ગત વર્ષે નિશિતાએ શહેરની 6250 બાળકીઓની રૂ. 70 લાખ સ્કૂલ ફીની સહાય કરી હતી.
  • નિશિતા રાજપુત ખૂબ જ નાની ઉંમરથી સમાજ સેવાના અનેક કાર્યો કરી રહીં છે.
  • દાતાઓ પાસેથી માત્ર રૂ. 1000નો એકાઉન્ટ-પે ચેક લઇ જરૂરીયાતમંદ બાળકીઓની સ્કૂલ ફી ચેકના માધ્યમથી સ્કૂલમાં ભરે છે.

વડોદરા. મહારાજા સયાજીરાવ ગાયકવાડાના સમયથી કન્યા કેળવણી અને શિક્ષણને અગ્રિમતા આપવામાં આવી છે. તેના કારણે વડોદરા શહેરને સંસ્કારી નગરી તથા શિક્ષણની નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારે સંસ્કારી નગરીની દિકરી નિશિતા રાજપુત છેલ્લા 9 વર્ષથી શહેરની જરૂરીયાતમંદ, મધ્ય અને ગરીબ વર્ગની દિકરીઓને શિક્ષણની સહાય પુરી પાડી રહીં છે.

ભણતરની સાથે ખૂબ જ નાની વયથી સામાજીક કાર્યોમાં જોડાયેલી શહેરની નિશિતા રાજપુત છેલ્લા 9 વર્ષથી બેટી બચાવો, બેટી પઢાઓનુ અભિયાન ચલાવી રહીં છે. જેમાં નિશિતા શહેરના દાતાઓ પાસેથી ગરબી અને મધ્યમ વર્ગની દિકરીઓની શિક્ષણ સહાય માટે માત્ર રૂ. 1000 એકાઉન્ટ-પે ચેકના માધ્યમથી સ્વીકારે છે. આજ રીતે છેલ્લા 9 વર્ષથી શહેરની દિકરીઓને શિક્ષણ સહાય આપી રહીં છે.

ગત વર્ષે નિશિતાએ શહેરની ગરીબ અને મધ્યમ વર્ગની 6250 દિકરીઓની સ્કુલ ફી રૂ. 70 લાખ સ્કુલ ફી ભરવાનો સંકલ્પ લીધો હતો. જે પારદર્શીકા સાથે તેને પુર્ણ કર્યો હતો. કોરોના વાઇરસની મહામારી અને લોકડાઉનની આંકરી પરિસ્થિતિમાં જ્યાં અનેક લોકો સંકટોથી ઘેરાયેલા છે. તેવા જરૂરીયાતમંદો અને જે બાળકીઓ ખરેખર શિક્ષણ મેળવી જીવનમાં આગળ વધવા માંગે તેવી 10,000 દિકરીઓની રૂ. 1 કરોડ સ્કુલ ફી ભરવાનો નિશિતાએ લક્ષ્ય રાખ્યો છે. શિક્ષણ સહાયની સાથે બાળકીઓના અભ્યાસ માટેની તમામ ચીજવસ્તુઓની જવાબદારી પણ તેમના દ્વારા પુરી પાડવામાં આવે છે.

More from EducationMore posts in Education »

5 Comments

  1. DK Patel At Devakigalol Sist Rajakot July 3, 2020

    Like Nishitaji your Girls Care

  2. DK Patel At Devakigalol 360370 Dist Tajakot We Solar power Plants Developers July 3, 2020

    I Prouds your Nishitaji your Activity Girls Care

  3. Bipinchandra July 2, 2020

    Just superb. I would like to contribute.

  4. Jayanand k KHRISTI July 2, 2020

    Fee

  5. Sureshchandra M Vyas July 2, 2020

    Would like to contribute.

Comments are closed.

error: Content is protected !!