Press "Enter" to skip to content

અમદાવાદના પરણિત શખ્સે ફેસબુક ફ્રેન્ડ બની વડોદરાની યુવતિને ફસાવી… અને પછી…

  • અમદાવાદના ભેજાબાજ યુવકે બે સંતાનનો પિતા હોવા છતાં વાત છુપાવી વડોદરાની યુવતી ને ગર્ભવતી બનાવી
  • યુવતિ સાથે કોર્ટ મેરેજ કરી અમદાવાદના ભાડાના મકાનમાં સાથે રાખતો ભેજાબાજ
  • એક વર્ષના લગ્ન જીવનમાં યુવતિને ગર્ભવતિ બનાવી અને બીજી તરફ પ્રથમ પત્ની સાસુ, સસરા સાથે ભાડાના મકાને પહોંચી
  • ગર્ભવતિ મહિલાને છુટ્ટાછેડા
  • લવ મેરેજ કર્યા બાદ ટુકડે ટુકડે રોકડા બે લાખ અને સોના-ચાંદીના દાગીના પડાવી લીધા
  • હરણી પોલીસે અમદાવાદના પતિ તેની માતા અને પ્રથમ પત્ની વિરુદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ નોંધ્યો ગુનો

વડોદરા. શહેરની યુવતીને ફેસબુકના માધ્યમથી અમદાવાદના યુવક સાથે પરિચય કેળવવો ભારે પડ્યો છે. અમદાવાદ ના યુવકે પોતે બે સંતાનનો પિતા હોવા છતાં માહિતી છુપાવી શહેરની યુવતી ને માયાજાળમાં લઈ લવ મેરેજ કરી ગર્ભવતી બનાવી બે લાખ રૂપિયા રોકડા તથા સોના ચાંદીના દાગીના સેરવી લીધા હોવાની ઘટના સામે આવી છે. આ બનાવમાં હરણી પોલીસે અમદાવાદના પતિ તેની માતા અને પ્રથમ પત્ની વિરુદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

આ બનાવની વિગત એવી છે કે વડોદરા શહેરના હરણી ગામમાં રહેતી યુવતીને ફેસબુકના માધ્યમથી અમદાવાદ શહેરમાં રહેતા ફેનીલ મેવાડા સાથે પરિચય થયો હતો. ત્યારબાદ વાતચીત આગળ વધતા ફેનિલે પોતે કુંવારો હોવાનનુ જણાવી લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. ત્યારબાદ જાન્યુઆરી 2019માં કોર્ટ મેરેજ કર્યા હતા. કોર્ટ મેરેજ કર્યા બાદ ફેનિલે અમદાવાદના નિકોલ વિસ્તારમાં એક મકાન ભાડે રાખ્યું હતુ. જ્યાં બન્ને પતી-પત્ની તરીકે રહેવા લાગ્યાં હતા. દરમિયાન યુવતિ ગર્ભવતી થઇ હતી.

યુવતી ગર્ભવતી હતી તે દરમિયાન અન્ય એક મહિલા ત્રણ પુરુષો સાથે તેના ઘરે આવી પહોંચી હતી. અને પ્રથમ પત્ની ઊર્વશીએ બીજી પત્નીને પૂછ્યું હતું કે તું કોણ છે તેમ કહેતા ફેનીલનો ભાંડાફોડ ફુટ્યો હતો. પ્રથમ પત્નીના જણાવ્યા મુજબ અગાઉ તેના લગ્ન ફેનીલ મેવાડા સાથે થયા છે અને સંતાનમાં તેને બે બાળકો પણ છે. આ દરમિયાન ઉશ્કેરાયેલ પ્રથમ પત્નીની મા નિરુબેનએ ફેનીલની બીજી પત્નીને જણાવ્યું હતું કે તારા પેટનું બાળક છે તે પડાવી નાખ અને બીજા લગ્ન કરી લે તેમ કહી અપશબ્દો બોલી લાફા મારી જોઈ લેવાની ધમકી આપી હતી.

આ ઉપરાંત ફેનીલએ લગ્નગાળા દરમિયાન વડોદરાની યુવતી પાસેથી ટુકેડ ટુકડે બે લાખ રૂપિયા રોકડા મોબાઇલ ફોન સોનાની ચેન તથા સોનાની બુટ્ટી પણ સેરવી લીધી છે. અત્રે નોંધનીય છે કે ફેનીલના માતા પિતા તથા તેની પ્રથમ પત્નીએ છૂટાછેડા આપવા માટે બળજબરી કરી માર મારવાની ધમકી આપતા યુવતી વડોદરા હરણી પોલીસ સ્ટેશને પહોંચી આપવીતી જણાવી હતી. ફરિયાદના આધારે હરણી પોલીસે પતિ ફેનીલ , પત્ની ઊર્વશી, માતા નિરુબેન ( તમામ રહે – અમદાવાદ શહેર ) વિરુદ્ધ છેતરપિંડી મારામારી વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેઓની ધરપકડના ચક્રોગતિમાન કર્યા હતા

More from CrimeMore posts in Crime »

Comments are closed.

error: Content is protected !!