Press "Enter" to skip to content

VIDEO : ભાજપના કોરોનાગ્રસ્ત ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કહ્યું “હું બાહુબલી છું અને રહેવાનો છું, કોરોના ખાલી નામનો છે”…

  • વાઘોડીયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ બે દિવસ અગાઉ કોરોના પોઝિટીવ થયા હતા.
  • મધુ શ્રીવાસ્તવ શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
  • તબીયત સ્વસ્થ હોવાનો મેસેજ આપતો વિડિઓ સોશિયલ મિડિયામાં વાયરલ

વડોદરા. વિશ્વભરમાં વકરી રહેલા કોરોના વાયરસની ઝપેટમાં કરોડો લોકો સપડાય છે. જેમાં અભિનેતાઓથી લઇને રાજનેતાઓ સુધીના તમામ કોરોનાની ઝપેટમાં આવતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. થોડા સમય પહેલા જ દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ કોરોના પોઝિટીવ થતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યારબાદ રાજ્યના અનેક નેતાઓ, પોલીસ અધિકારીઓ પણ કોરોનાનો શિકાર બની ચૂંક્યાં છે. તેવામાં બે દિવસ અગાઉ વાઘોડીયા ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો પણ કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતા. જોકે તેઓ સ્વસ્થ હોવાથી તેમણે પ્રજાને સંદેશો આપતો એક વિડિયો સોશિયલ મિડિયામાં શેર કરતા ચર્ચાનુ કેન્દ્ર બન્યુ છે.

જ્યાં એક તરફ દેશના વડાપ્રધાન કહીં રહ્યાં છે કે, કોરોના વાયરસ એ વિશ્વાની મહામારી છે. કોરોનાથી સામે સાવધાની પૂર્વક લડવાની જરૂર છે. ત્યારે વડાપ્રધાનના સૂરને સૂર મીલાવતો મધુ શ્રીવાસ્તાવનો હોસ્પિટલનો વિડિઓ સાંભળવા જેવો છે.

આ વિડિઓ સોશિયલ મિડિયામાં વાયર થયો છે અને ધારાસભ્યના પુત્ર દ્વારા ફેસબુક પર પણ શેર કરવામાં આવ્યો છે. 

More from HealthMore posts in Health »
More from LiveMore posts in Live »

Comments are closed.

error: Content is protected !!