Press "Enter" to skip to content

ઉબુદમાં આવેલ ‘બંજર-ગોવા’ વિતારમાં બેદુલું ગામની શાન – ”બ્યુટીફૂલ બાલી” ડો. મીતલ મકરંદની કલમે

ઈન્ડોનેશિયાની હિંદુ સંસ્કૃતી-નગરી, ‘બાલી’ના ઉબુદ વિસ્તારમાં આવેલ ‘ગોઆ ગ્જાહ મંદિરે’ આજે શબ્દ વિહાર કરીએ !? UNESCO-સાઈટમાં નોંધપાત્ર સ્થાન ધરાવતું આ લોકેશન રખેને તમે ચૂકતા…! ઉબુદમાં આવેલ ‘બંજર-ગોવા’ વિતારમાં બેદુલું ગામની શાન, આંતરરાષ્ટ્રીય સેહલાણીઓ અને ખાસ કરીને ભૂરાભાઈઓમાં, ‘એલીફન્ટ કેવ’, તરીકે માનીતી છે ! અત્યંત ધ્યાનાકર્ષક કલાત્મક શિલ્પકામ ધરાવતા પ્રવેશદ્વાર, અને પારંપરિક નૃત્યના ‘માસ્ક’ જેવો આકાર ધરાવતા ભવ્ય -એન્ટ્રી ગેટમાં આપ જયારે પ્રવેશશો ત્યારે તમે એક કાળમાં પ્રવેશો છો અને એ કાળ પુરતત્વ પ્રમાણે ૧૧મી સદી છે . રાજાશ્રી ‘ધર્મવાંન્ગ્સા વર્ધાના મકાર્તા પાંગ્કાજસ્તાનો તુંન્ગદેવા’ કાળ -૧૦૨૨, કેટલું મોટું નામ !!

ત્યારબાદ ‘અનક વુન્ગ્સું ‘- કાળ-૧૦૫૩, અને રાજા ‘પાદુકાશ્રી મહા ગુરુ’એ – કાળ-૧૩૨૪ની સદી દરમ્યાન આ મંદિરના સતાધીશો તરીકે સેવા-ફરજ બજાવી ! ૧૩૪૧માં ,રાજા –‘ગજા માદા’ દ્વારા, આ મંદિરને ‘મજાપહિત’ રાજ્યની સીમમાં સમાવી લેવામાં આવ્યું, અને છેલ્લે રાજા બેદહુલું દ્વારા ૧૩૬૫માં, ‘ગોવા-ગજ’ મંદિરનું નવ-નિર્માણ પામેલું. ૧૯મી સદીની શરૂઆતમાં… વિશ્વ ભૂસ્તર શાશ્ત્રીઓએ, અહીં સંશોધન કામ કર્યું, જેના પરિણામ રૂપે આ મંદિરના તળિયેથી થોડી બુદ્ધ મૂર્તિઓ અને ૬ સ્ત્રીઓની પ્રતિમાવાળું, સ્નાનકુંડ મળી આવ્યું !

આ વિદ્વાન અભ્યાસીઓ પ્રમાણે આ મંદિર, એ બાલીમાં..  બુદ્ધ અને શૈવ સંસ્કૃતિના મિશ્રણનું શ્રેષ્ઠ સ્થાનક છે! મળી આવેલ બુદ્ધ મૂર્તિઓ ૯મી સદીની છે! અને જે આજે નવી પેઢીના ઈતિહાસકારો અને ભૂસ્તર અભ્યાસીઓ માટે એક અગત્યનો દસ્તાવેજ છે. મંદિરમાં ગણપતી-મૂર્તિ ઉપરાંત ત્રી-લિંગ શિલ્પ છે! ‘હરીતી-દેવી’નો ગોખ છે ! ડચના શાશનકાળ દરમ્યાનના રેકોર્ડ્સ-પ્રમાણે, ‘એલ.સી.હેતિંગના’, ૧૯૨૩ના રિપોર્ટમાં, તેમણે આ મૂર્તિઓ વિષેનો ઉલ્લેખ કરેલો જોવા  મળે છે !!

અહીંની એક સંસ્કૃત હસ્તપ્રતમાં ‘કુંજરાકુંજ’-પદ છે– જેમાં ‘કુંજરા’(હાથીઓના ગુણગાન ગાતું)અને તેમના ‘કુંજ’ (નિવાસ)નું વિવરણ છે. એક દસ્તાવેજ પ્રમાણે ‘ઋષિ-અગત્સ્ય’એ દક્ષિણ ભારતમાં એક ‘કુંજરા-કુંજ’નો પ્રબંધ કર્યો હતો, જે એશિયાઈ ઇતિહાસકારોને, અંહી  ‘ગોવા -ગજ’ જોતા, એ સન્દર્ભ સાંભરી આવે છે ! બુદ્ધ અને હિંદુ એમ બેઉ સ્ન્સ્કૃતિમાં હાથીઓની નોંધપાત્ર ઉપસ્થિતિ હોવાથી આ સ્થાનની દંતકથાઓ દ્વીસંસ્કૃતી, મિશ્ર છે! ધાર્મિક લાગણી કે એક ઐતિહાસિક વારસો-દ્રિષ્ટિકોણ..!? એ તો જેવી આપની દ્રષટી ! આ સ્થળની મુલાકાત પછી પ્રવાસીઓ કરશે, પાસે આવેલ ‘કીન્તામણી- જ્વાળામુખી’ પર્વતની મુલાકાત! જેનું  સૂર્યોદય નિહાળવા રાત્રીના ૩ વાગ્યાથી પ્રવાસીઓ, કેમેરા ગોઠવી બેસી જાય છે! પ્રવાસી હોવાની મજા..જ એ છે કે ઘરે રોજના એક કપ ચા સાથે ટીફીનના ડબામાં બંધ ‘સવાર’ જે – સૂરજ જોવા માટે ક્યારેય પડતી..જ નથી….!

એ આપણે અહીં- પ્રવાસી તરીકે પાડી..જ લૈયે છે અને આ સોનેરી સવારની ‘સુવર્ણ-મેમરી-મોમેન્ટ’ કચકડામાં કેદ પણ કરી લૈયે છીએ! એટલે તમારી ‘કીન્તામણી-વોલ્કેનીક’ ટૂર એ તમે, બાલીમાં પાડેલી એક ગોલ્ડન સવાર હશે! ‘બાલીનીઝ -કોફી’ની મહેક-પ્યાલી સાથે સૂરજની કિરણો તમારા સ્વાશમાં.. તરબતર ઉર્જા ભરી દેશે અને તમે બોલી પડશો…બ્યુટીફૂલ બાલી !!

@ OUR VADODARA GUJARATI

(ઉપરોક્ત શ્રેણી આ પૂર્વે ગોલીબાર પબ્લિકેશન્સના ચંદન ચક્રમ સાપ્તાહિકમાં પ્રકાશિત થઇ ગઇ છે.)

More from Beautiful BaliMore posts in Beautiful Bali »
More from LiteratureMore posts in Literature »

Comments are closed.

error: Content is protected !!